Video / રાજકોટના ઉપલેટામાં PSIની દરિયાદિલી સામે આવી, ટેપ રોલમાં ફસાયેલા સાપનો બચાવ્યો જીવ

રાજકોટના ઉપલેટામાં PSIની દરિયાદિલી સામે આવી છે. ઉપલેટા પાસે એક સાપ ટેપ રોલમાં ફસાઈ ગયો હતો. નાના ટેપ રોલમાં સાપ અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદમાં ટેપરોલ વચ્ચે જ ફસાઈ જતાં સાપનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે PSIએ આ જોતા પોતાને રોકી ન શક્યા અને સાપને પકડીને કટરની મદદથી ટેપ રોલને કાપ્યો. ત્યાર બાદમાં સાપને મુક્ત કર્યો. આમ એક અબોલ સાપનો જીવ બચાવીને PSIએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ