રાજકોટ / ગુજરાતી ગીત પર ટિકટોક બનાવવા યુવકે સરબતના બદલે ધુળેટીના કલરનું પાણી પીધું અને થયું આવું...

Rajkot youth tiktok Gujarati song drank Dhuleti color water

સોશિયલ મીડિયાની કેટલીક એપ પાછળ યુવાધન ગાંડુ થયું છે. હાલ તો ટિકટોક જેવી ચાઇનીઝ એપનો ઠેર ઠેર વિરોધ પણ થઇ રહ્યો છે. તેવામાં ટિકટોક પર વીડિયો બનાવવા માટે યુવાનો ઘણીવાર મુશિબતને નોતરી બેસતા હોય છે. રાજકોટમાં પણ કંઇ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના મુળીના સાંગધ્રા ગામે 21 વર્ષના યુવકે ટિકટોક વિડીયો બનાવવા થીમ મુજબ સરબત પીવાનું હતું. પરંતુ ઘરમાં સરબત ન હોઇ તેણે હોળી-ધુળેટીનો કલર પડ્યો હોઇ તે પાણીમાં ભેળવી તેનો સરબત તરીકે ઉપયોગ કર્યો હતો. આ પાણી વીડિયો બનાવતી વખતે ધુળેટીનો રંગ પી જતાં બાદમાં તેની તબીયત બગડતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ