બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ અગ્નિકાંડ: TPO સાગઠિયાના ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો, ગાંધીનગર સુધી રજૂઆત
Last Updated: 06:01 PM, 10 June 2024
રાજકોટ TRP અગ્નિકાંડમાં જેની બેદરકારીના કારણે 27થી વધુ જિંદગી બુઝાઈ છે તેવા આરોપી TPO સાગઠિયાનો વધુ એક કૌભાંડનો કારસો સામે આવ્યો છે. આરોપી TPO સાગઠિયા સામે આરોપ લાગ્યો છે. કે તેણે ધ સ્પેસ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યા છે.
ADVERTISEMENT
મુકુંદ રાવલે સાગઠિયા સામે પુરાવા પણ રજૂ કર્યા
ADVERTISEMENT
પૈસા માટે લોકોના જીવ સાથે રમત રમતા આરોપી સાગઠિયા સામે આક્ષેપ છે કે, તેણે પ્લાન પ્રમાણે બાંધકામ ન કર્યા તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસરની પોસ્ટ પર રહી સાગઠિયાએ સૌથી વધુ ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ છે. ધ સ્પેસ બિલ્ડિંગના રહીશ મુકુંદ રાવલે સાગઠિયા સામે પુરાવા પણ રજૂ કર્યા છે.
વાંચવા જેવું: NEETનું પરિણામ વિવાદમાં: બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીની ટોપર બનતા મામલો ચર્ચામાં, કિસ્સો ચોંકાવનારો
બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યો
ધ સ્પેસ નામની બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યાનો રહીશે પુરાવાઓ સાથે ગંભીર આરોપ લગાવ્યો છે. મુકુંદ રાવલે સાગઠિયા સામે રાજકોટ મહાપાલિકાના કમિશનર સહિત ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી છે. મુકુંદ રાવલે બિલ્ડિર સામે પણ છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.