સુવિધા /
અમદાવાદ બાદ હવે રાજકોટને મળશે વંદે ભારત ટ્રેન: સાંસદે કર્યું એલાન, જાણો કયા મહિનાથી મળશે સુવિધા
Team VTV03:53 PM, 17 Feb 23
| Updated: 04:55 PM, 17 Feb 23
સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ત્યારે જૂન મહિના સુધી રાજકોટને જૂન મહિના સુધી વંદે ભારત ટ્રેન મળશે. રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ટ્રેનને લઈ જાણકારી આપી હતી.
રાજકોટને જૂન મહિના સુધી મળશે વંદે ભારત ટ્રેન
રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરૂં થતા જ રાજકોટને મળશે વંદે ભારત ટ્રેન
ડબલ ટ્રેકનું કામ પૂરૂં થતા રાજકોટની રેલવે કનેક્ટિવિટીમાં થશે વધારો
રાજકોટને ફાટક મુક્ત કરાવવા માટે આજરોજ મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી. બેઠકમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા રાજકોટના મેયર પ્રદીપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોર્પોરેશન અને રેલવેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બેઠક પૂર્ણ થતા રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે.
મોહન કુંડારીયા (સાંસદ,રાજકોટ )
ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા જ રાજકોટને વંદે ભારત ટ્રેન મળશેઃસાંસદ મોહન કુંડારીયા
આ બાબતે રાજકોટના સાંસદ આખા ભારતમાં વંદે ભારત ટ્રેનની ડિમાન્ડ છે. એટલા માટે જે જગ્યાએ ટ્રેન શરૂ થઈ છે. એ જોઈને બીજા રાજ્યોને પણ એમ થાય છે કે અમને પણ વંદે ભારત ટ્રેન મળવી જોઈએ. જેના ભાગરૂપે ગયા ગુરૂવારે હું રેલ્વે મંત્રીને રૂબરૂ મળ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થાય. એટલે રાજકોટને વંદેભારત મળશે. તેમજ એઈમ્સની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. તેમજ એઈમ્સના માધ્યમથી મોરબી અને રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં આરોગ્યના કેમ્પ થાય અને કેમ્પમાં આવનાર દર્દીઓને પણ એઈમ્સના માધ્મયથી સારવાર મળી રહે તેમ જણાવ્યું હતું.
રામભાઈ મોકરિયા(રાજ્યસભાનાં સાંસદ)
રાજ્યસભાનાં સાંસદે પત્ર લખી રેલ્વે મંત્રીને રજૂઆત કરી
વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં રેલ્વેની સુવિધા વધાવા માંગ કરી છે. વધુમાં સાંસદે પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ-અમદાવાદ, રાજકોટ-દ્વારકા. રાજકોટ-પોરબંદર તેમજ રાજકોટ-સોમનાથ રૂટના પ્રાથમિકતા આપવી જોઈએ. તેવી રજૂઆત રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ રેલ્વે મંત્રીને કરી છે.