બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં અસામાજીક તત્વોની દાદાગીરી, અંગત અદાવતમાં જીવલેણ હુમલો, જુઓ CCTV વીડિયો
Last Updated: 06:25 PM, 15 January 2025
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ પર પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર 15 જેટલા શખ્સોએ હથિયાર સાથે રેસ્ટોરન્ટમાં ધમાલ મચાવી હતી.
ADVERTISEMENT
રાજકોટ: ઠાકરધણી રેસ્ટોરન્ટમાં ઉતરાયણ પર્વ પર મારામારીની ઘટના બની#rajkot #rajkotnews #reels #shorts #viralvideo #viralnews #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/VwqwKlBJTh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 15, 2025
ઉત્તરાયણના પર્વ પર મારામારીની ઘટના
ADVERTISEMENT
ઠાકરધણી રેસ્ટોરન્ટમાં ઉત્તરાયણના પર્વ પર મારામારીની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અસામાજિક તત્ત્વો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. હાથમાં જે હથિયાર મળે તેના વડે એક-બીજા પર હુમલો કરી રહ્યા છે. જો કે યુનિવર્સિટી પોલીસે 15 જેટલા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે હાલ તમામ શખ્સો ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ
સ્થાનિકોમાં ડરનો માહોલ
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ''છેલ્લા ઘણા સમયથી અહી અસામાજિક તત્વોનો ત્રાસ છે. આગાઉ પણ અહીંયા આ પ્રકારે મારામારી થઈ હતી. એવામાં ગઈકાલે પણ કેટલાક શખ્સોએ હથિયાર સાથે અહીંયા માથાકૂટ કરી હતી. આ માથાકૂટ અંગત અદાવતમાં થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે સવાલો એ ઊભા થાય છે કે ઉત્તરાયણના પર્વ નિમિતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. એવામાં અસામાજિક તત્વો શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.