બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ ટ્રેજેડીમાં ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ નીમ્યા, તુષાર ગોકાણીને જવાબદારી
Last Updated: 05:27 PM, 27 May 2024
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસમાં રાજ્ય સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ કરાઈ છે.
ADVERTISEMENT
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે કરી તુષાર ગોકાણીની નિયુક્તિ#GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2024
વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને નીમ્યા
ADVERTISEMENT
રાજકોટમાં શનિવારનો દિવસ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. TRP ગેમઝોનમાં લોકો બાળકો સાથે ફરવા અને બાળકો ગેમ રમવા ગયાં હતાં. પરંતુ તેમની જ જિંદગી સાથે ગેમ રમાઈ ગઈ અને જોતજોતામાં અગનજ્વાળાઓમાં ભળભળ કરતી જિંદગીઓ જીવતા જીવત આગમાં હોમાઈ ગઈ અને તેમને કોઈ બચાવી ન શક્યું. ત્યારે આ ઘટનાને લઈ અનેક ખુલાસા થઈ રહ્યાં છે. તો બીજી તરફ સરકારની કાર્યવાહી પણ ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને જવાબદારી સોપી છે.
વાંચવા જેવું: 'અમને સરકાર પર ભરોસો નથી' ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત મનપાને આપ્યા આદેશ
એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરશે !
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિયેશન દ્વારા સુઓમોટો અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સાડા ચાર કલાકની સુનાવણી ચાલી જેમાં તમામે પક્ષ મુક્યો. તેમજ ખાસ ટાંકવામાં આવ્યું કે 2020થી ઘણા ઓર્ડર થયા પણ પાલન થયું નથી. 3 જૂન સુધી દરેક મ્યુનિસિપલ કમિશ્નરને જવાબ રજૂ કરવા કોર્ટે જણાવ્યું હતું. તેમજ આગામી 6 જૂને અગ્રિકાંડ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. તેમજ એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.