બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / શ્રેયસ અય્યર સહિત આ ભારતીય ખેલાડીઓ પણ TRP ગેમઝોનમાં ગયેલા, સામે આવ્યો Insta એકાઉન્ટનો Video
Last Updated: 04:36 PM, 19 June 2024
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મહત્વનો ખુલાસો થવા પામ્યો છે. આ ગેમઝોનની ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીઓએ પણ મુલાકાત લીધી હોવાનું સામે આવવા પામ્યું છે.
ADVERTISEMENT
ક્યાં ક્યાં ક્રિકેટરોનો વીડિયો અપલોડ કરાયો
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમનાં કેલાડીઓ પણ ટીઆરપી ગેમઝોમનાં ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ટીઆરપી ગેમઝોનનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરાયો હતો. જેમાં શ્રેયસ અય્યર, અમન ખાન, સીરાજ પાટીલનો વીડિયો અપલોડ કરાયો હતો. સમસ મૂલાની, સૂર્યન્સ સેડગી અને હાર્દિક તોમરનો વીડિયો પણ અપલોડ કરાયો હતો.
મ્યુનિસિપલ કમિશનરે 35 કર્મીઓની બદલી કરી
ટાઉન પ્લાનિંગ શાખાના 12 કર્મચારીઓને બદલીના આદેશ અપાયા છે, બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની પણ બદલી કરાઈ છે. વોટર વર્ક્સના 7 કર્મચારીઓને પણ બદલીના આદેશ પકડાવવામાં આવ્યા છે.
વધુ વાંચોઃ '...ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે', હવે TET-TATના ઉમેદવારો લડી લેવાના મૂડમાં
25મી જૂને કોંગ્રેસે રાજકોટ બંધ આહ્વાન કર્યું
તો બીજી તરફ કોંગ્રેસે મૃતકોના પરિવારને વળતર આપવાની માગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાની પણ ઉગ્ર માગ કરી છે. ગઈકાલે શહેરના ગાંધી આશ્રમના ગેટ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પણ હાજર રહ્યાં હતાં. સાથો સાથ 25મી જૂને રાજકોટ બંધ રાખવાનું કોંગ્રેસે આહ્વાન પણ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.