બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટની આગ કેમ વિકરાળ બની? 27 લોકોને રાખ કરનાર બેદરકારીના આ રહ્યા જીવતા સબૂત

FIRE / રાજકોટની આગ કેમ વિકરાળ બની? 27 લોકોને રાખ કરનાર બેદરકારીના આ રહ્યા જીવતા સબૂત

Last Updated: 12:23 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના પૂરા સાધનો હતા. પરંતુ બેદરકારીની હદ તો જુઓ આ ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં પડ્યા રહ્યા હતા

રાજકોટની TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે..આ ઘટના સામે આવી ત્યારથી એ સવાલ પૂછાઇ રહ્યો હતો કે શું TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો ન હતા.?

બેદરકારીની પરાકાષ્ઠા

આ સવાલનો જવાબ સ્તબ્ધ કરી દે તેવો છે. જી હા TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના પૂરા સાધનો હતા. પરંતુ બેદરકારીની હદ તો જુઓ આ ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં હતા .. તેને કાર્યરત કરવાની તસ્દી આ લોકોએ લીધી ન હતી..અને તેમની આ બેદરકારીનો ભોગ 26થી વધુ લોકોને બનવું પડ્યું.

આગના ધૂમાડા પાંચ કિલોમીટર દુરથી જોઇ શકાતા હતા

આ ગેમઝોનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દુરથી તેના ધૂમાડા જોઇ શકાતા હતા. આ ઘટના બાદ ફરીએકવાર તક્ષશિલા કાંડની યાદ તાજી થઇ ગઇ હતી.. ચાલો નજર કરીએ ગુજરાતમાં ઘટેલી આગની એ ઘટનાઓ પર જેમાં માનવીય ભૂલોને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય.

ભૂતકાળની આગની ગોઝારી ઘટનાઓ

2 જાન્યુઆરી, 2018

વડોદરાની GIDC, ખાતર ફેક્ટટરીમાં આગમાં 4ના મોત

12 ફેબ્રુઆરી, 2018

નવસારીના વિજલપોર પાસે મકાનમાં આગમાં 2ના મોત

29 નવેમ્બર, 2018

વડોદરાની કોયલી ફેક્ટરીમાં આગની ઘટનામાં 3ના મોત

15 ફેબ્રુઆરી, 2019

અંકલેશ્વરની GIDCફાર્મા યુનિટમાં વિસ્ફોટમાં 3ના મોત

24 મે, 2019

સુરતમાં તક્ષશીલા આર્ટ કોચિંગ સેન્ટરમાં આગની ભયાનક ઘટનામાં 22ના મોત

10 ડિસેમ્બર 2019

વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગથી 8ના મોત

આ પણ વાંચોઃ રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 22 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું

6 ઓગસ્ટ 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગથી 8 દર્દીના મોત

27 નવેમ્બર 2020

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગથી 5ના મોત

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Fire Incident TRP Game Zone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ