બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે હાઇકોર્ટ આકરા પાણીએ, કહ્યું 'બેદરકાર અધિકારીઓ સામે કેમ પગલાં ન લીધાં'
Last Updated: 05:13 PM, 13 September 2024
રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં આજે મ્યુનિ. કમિશનરે રજૂ કરેલી એફિડેવિટ હાઇકોર્ટે ન સ્વીકારતા પાછી ખેંચી લીધી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કોર્ટ એફિડેવિટ જોશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો.
ADVERTISEMENT
મહાનગરપાલિકા ભૂલ ન સ્વીકારતા હાઈકોર્ટનું કડક વલણ
ADVERTISEMENT
કોર્ટે કહ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કમિશનરે ભૂલ નથી સ્વીકારી અને તેઓને માફી પણ માગવી નથી. આ એફિડેવિટ કયા સમયના મ્યુનિસિપલ કમિશનરે કરી તે મહત્વનું નથી. કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીએ તો તે મુજબ કામ થવું જ જોઈએ. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કોર્ટની માફી માગે અને પીડિતોને વળતર ચૂકવે. કોર્ટ સમક્ષ રિપોર્ટ આગળ ધરીને મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કડક સૂચના બાદ 27 સપ્ટેમ્બરે આ મુદ્દે સુનાણી કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: હવે મેઘ કહેરથી મળશે રાહત! જુઓ શું કહે છે હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી
જાણો સમગ્ર કેસ
25 મે 2024 અને શનિવાર આ દિવસ રાજકોટ સહિત ગુજરાત માટે કારમો દિવસ સાબિત થયો હતો. રાજકોટના TRP ગેમ ઝોનમાં સાંજના 5:30 વાગ્યા આસપાસ લાગેલી આગને કારણે 12 જેટલા માસૂમ બાળકો સહિત 30થી વધુ લોકો મોતને ભેટ્યા હતાં. જે બાદ અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. જે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરી ખાતાકીય તપાસ પણ હાથ ધરાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.