બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / તંત્રને નહીં સંભળાય ચાર બહેનોનો વલોપાત, એકના એક ભાઈની ઉઠી અર્થી, સ્વજનોનું હૈયાફાટ રૂદન
Last Updated: 08:14 PM, 27 May 2024
રાજકોટની દુર્ઘટનામાં વીરપુરના લાપતા યુવકના DNA મેચ થયા છે. મૃતક જીગ્નેશ ગઢવી ગેમઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી સામે આવી છે. વીરપુરના યુવકનું TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોત થયું છે. મૃતક યુવકના DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, પરિજનો હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે. ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે તો પુત્ર પિતાની છત્રછાયા ગુમાવી છે.
ADVERTISEMENT
રાજકોટ ટ્રેજેડી: વિરપુરના જીગ્નેશ ગઢવીના DNA મેચ થયા, ચાર બહેનોનું હૈયાફાટ રૂદન#GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati pic.twitter.com/tyCw5psds2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2024
પરિજનો કરી રહ્યાં છે હૈયાભાટ રૂદન
ADVERTISEMENT
વીરપુરના જીગ્નેશ ગઢવીનું TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોત થયું છે, મૃતક યુવકના DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. ત્યારે પરિજનો હૈયાભાટ રૂદન કરી રહ્યા છે. પરિવારજનો જણાવ્યું કે, આગ સમયે જીગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો. ગેમ ઝોનમાં જીગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો.
વાંચવા જેવું: રાજકોટ ટ્રેજેડીમાં ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ નીમ્યા, તુષાર ગોકાણીને જવાબદારી
ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
જીગ્નેશ ગઢવીના પરિવારનું હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે. જે દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે તો 10થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જીગ્નેશ ગઢવીની અંતિમક્રિયા વીધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ જેતપુર મામલતદાર, TDO સહિત અધિકારીઓ પહોંચ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.