રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલા ભાદર ડેમમાં ફીણ જોવા મળી રહ્યુ છે. આ ફીણ દ્રશ્યો જોઈને લોકો હૈરાન થયા હતા. આ સ્થળ પર આવેલા તમામ લોકોના મનમાં માત્ર એક જ સવાલ હતો. આ હવામાં ઉડી રહેલી વસ્તુ શુ છે.
આ ફીણ ઝહેરીલી હોવાથી આસપાસના વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભાદર ડેમના 30 કિલોમીટરના અંતરે આવેલા જેતપુરમાં કારખાનાઓમાં પ્રિન્ટિંગનુ કામ કરવામાં આવે છે. આ વિસ્તારમાં આવેલા તમામ કારખાનાદારોએ પોતાનુ કામ સરળ કરવા માટે કારખાનાનુ ઝેરીલું પાણી ડેમમાં છોડ્યુ હતુ. જેના કારણે ડેમના પાણીમાં ટેક્સીક ફોમ તૈયાર થયુ હતુ. ડેમનુ આખુ પાણી ઝેરીલું થયું છે.
મહત્વનું છે કે આ ડેમમાં ઘણા વર્ષોથી સાફ પાણી વહેતુ હતું. આ ડેમના પાણીનો ઉપયોગ લોકો ખેતી કરવા અને પીવાના પાણી માટે કરતા હતા.પરંતુ હવે વરસાદ આવતા કારખાના માલિક દ્વારા આ ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. ડેમમાં જેટલુ પાણી વધી રહ્યુ હતુ તેટલુ ફીણ પણ વધી રહ્યુ હતુ. જેના કારણે આસ પાસના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે.
આ ઘટનાને કારણે સવાલ ઉભો થાય છે કે ઝેર ભેળવનારા તત્વો ક્યાં છે? શું આવા સ્વાર્થીઓને તંત્ર નથી પકડી શકતું? સ્વાર્થીઓ સામે સમાજ કેમ ચૂપ છે?
સમાજની તરસના ગુનેગારો ક્યાં છે? ડેમને ઝેરી કરનારા તકવાદીઓ ક્યાં છે? વહેતા વહેણ સાથે લાભ લેનારા કોણ છે? આ યૂરોપ નથી ભાદર ડેમ છે. આ નજારો નથી દુષ્કર્મ છે. ઝેરી થયો ડેમ લોકોની તરસ કોણ છીપાવશે?