rajkot tour agency Ticket scandal statue of unity narmada
નર્મદા /
તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જાઓ તો આ ભૂલ ક્યારેય ના કરતા, નહીં તો પછી પસ્તાશો
Team VTV06:05 PM, 16 Feb 20
| Updated: 06:10 PM, 16 Feb 20
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન રાખજો. થોડા દિવસ અગાઉ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટરને કેવડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે વધુ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું છે. ત્યારે તમે આવા ઠગોની જાળમાં આવીને છેતરાઇ ના જતા.
ટિકિટના રૂ. 380ની જગ્યાએ 420 રૂપિયા લીધા
ટુર એજન્સી દ્વારા છેતરપીંડી કરાય
PSI કે.કે. પાઠકે કૌભાંડનો ભાંડો ફોડ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જતા પરિવાર સાથે ટુર એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. રાજકોટની એક ટુર એજન્સી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. ટિકિટના રૂપિયા 380ની જગ્યાએ 420 રૂપિયા લીધા હતાં. વ્યુ ગેલેરીની ટિકિટમાં 40 રૂપિયા વધુ લેવામાં આવ્યા છે. SoUના PSI કે.કે. પાઠકે આ કૌભાંડ બહાર લાવ્યાં છે. પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધાઇ છે. અગાઉ પણ આ પ્રકારની બની હતી ઘટના...
1030 રૂપિયાની ટિકિટના 1230 રૂપિયા વસૂલ્યા હતા
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના રાવ ટ્રાવેલ્સના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1030 રૂપિયાની ટિકિટના 1230 રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. દિલ્હીના 10 મુસાફરો પાસેથી વધુ રૂપિયા વસૂલ્યા હતા.
દિલ્હીથી આવેલો પરિવાર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જતો હતો ત્યારે થયો પર્દાફાશ
2 ફેબ્રુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિલ્હીનો 10 વ્યક્તિઓનો પરિવાર ફરવા આવ્યો હતો. પરંતુ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા છે. તો દિલ્હીથી આવેલા 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા. આ દરમિયાન એમની ટિકિટ પર રૂપિયા 1260 હોવાનું ફરજ ઉપરના સ્ટાફને જણાઇ આવ્યું હતું. જોકે પ્રવાસીઓને તો અંદર જવા દેવાયા હતા પણ ફરજ ઉપરના હાજર સ્ટાફે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદારને આ બાબતે જાણ કરી હતી.
પોલીસે કરી હતી ધરપકડ
મહત્વનું છે કે દિલ્હીના ટુરિસ્ટોને ડુપ્લીકેટ ટિકિટ અમદાવાદની ટ્રાવેલ એજન્સી આપી હતી. આ કૌભાંડનો પર્દાફાશ થતા કેવડિયા પોલીસ ફરિયાદ થઇ હતી. આજે અમદાવાદની રાવ ટાવેલ્સ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી કોમ્પ્યુટર કબજે લેવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ હતી.