બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / 'ઈસકે અંદર 45 કિલો સોના નિકલેગા' પરિણીતાના કપડાં કઢાવી કરી તાંત્રિક વિધિ, પછી ગુરુજી સ્વીચ ઓફ
Last Updated: 06:15 PM, 10 June 2024
રાજકોટમાં તાંત્રિક વિધિના નામે એક પાખંડીએ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં દાટવામાં આવેલું 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ છે.
ADVERTISEMENT
'ઈસકે અંદર 45 કિલો સોના નિકલેગા'
ADVERTISEMENT
ભોગ બનનાર મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે વેરાવળથી ગુરૂજી ઉર્ફે ભૂષણપ્રસાદ સૈની નામના શખ્સની ધરપકડ કરી. બનાવની વિગત જોઈએ બે મહિના પૂર્વે પીડિતાના સાસુએ કોઈ કુટુંબીજન પાસેથી સાંભળ્યું હતું કે ગુરુજી નામની વ્યક્તિને જમીનમાં દાટેલા દાગીના હોય તો ખબર પડી જાય છે. પીડિતાએ સાસુના માધ્યમથી ગુરુજીને ઘરે બોલાવ્યા હતા. રાત્રિના સાડા ત્રણ વાગ્યે આવેલા ગુરુજી નામની વ્યક્તિએ ઘરમાં આવી કહ્યું કે 'ઈસકે અંદર 45 કિલો સોના નિકલેગા'. ત્યારબાદ પીડિતા પાસે તાંત્રિક વિધિ કરાવી હતી, જ્યારે પીડિતાની નણંદને 15 કરોડ રૂપિયા બનાવી આપીશ કહી 70 હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે બીજા 46 હજાર પડાવ્યા હતા.
વાંચવા જેવું: NEETનું પરિણામ વિવાદમાં: બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીની ટોપર બનતા મામલો ચર્ચામાં, કિસ્સો ચોંકાવનારો
પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ
ફરી વખત પરિણીતાના ઘરે આવી પરિવારજનોની હાજરીમાં પરિણીતાને રૂમમાં લઈ જઈ કપડા કઢાવી તાંત્રિક વિધિ કરી. આવી રીતેત્રણ વખત ઘરે આવી ઘરમાં ખાડો ખોદાવી તેમાંથી સોનાનો ઘડો નીકળશે તેમ કહી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ. પીડિતાના પતિએ ગુરૂજીને ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો. તેથી તાંત્રિક વિધિના નામે છેતરાયાનો અહેસાસ થયો હતો. પોલીસે મૂળ રાજસ્થાનના જયપુરના ગુરૂજી ઉર્ફે ભૂષણપ્રસાદ સૈનીના રિમાન્ડ મેળવી તાંત્રિક વિધિના નામે કેટલાં લોકોની સાથે છેતરપિંડી કરી છે તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.