બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં પોલીસ વચ્ચે જ બબાલ! PSIએ મહિલા કોન્સ્ટેબલને જાહેરમાં લાફો ઝીંક્યો, જુઓ વીડિયો
Last Updated: 07:28 PM, 8 January 2025
રાજકોટની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને જાહેરમાં મહિલા PSIએ લાફો ઝીંકી દેતા માહોલ ગરમાયો હતો. વાહન ચેકિંગ દરમિયાન વાહન પરની બ્લેક ફિલ્મ માટે બબાલ થઈ હતી. ત્યારે મહિલા PSIએ ગુસ્સે થઈને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પર લાફાવાળી કરી હતી. ઘટનાને લઈને DCP ઝોન 2એ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો
ADVERTISEMENT
લાફો ઝીંક બબાલ
ADVERTISEMENT
જાહેરમાં મહિલા પોલીસ કર્મીની બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્રે જણાવીએ કે, મહિલા કોન્સ્ટેબલ મર્ડર કેસમાં છેલ્લા 6 વર્ષથી સસ્પેન્ડ પણ છે. જો કે, વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ કર્મીઓની આ બાબલના પગલે લોકો ટોળે વળી જાય છે અને અન્ય પોલીસ કર્મીઓ આ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાતીઓ કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા, આજે નોંધાયું સિઝનનું સૌથી ઓછું તાપમાન
વીડિયો થયો વાયરલ
સમગ્ર ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો અનેક પ્રકારની કોમન્ટ પણ કરી રહ્યા છે. જો કે, આ મામલે વધુ તપાસ થશે કે કોઈ વિભાગીય પગલા લેવાશે કે કેમ તે જોવું રહ્યુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT