બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / લો બોલો... હવે કૌભાંડીઓએ સ્મશાનના લાકડાં પણ ન છોડ્યાં, મૂક્યો બારોબાર વેચી માર્યાનો આક્ષેપ
Last Updated: 11:38 AM, 5 September 2024
રાજકોટ: આજકાલ ઘણા કૌભાંડ સામે આવી રહ્યા છે, નકલી ઓફિસ, નકલી પોલીસ, રેતીની ચોરીના કૌભાંડ અને એવા બીજા ઘણા કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે હવે રાજકોટમાંથી એવો કૌભાંડ સામે આવ્યો છે કે જેના વિશે જાણીને ચોંકી જશો. રાજકોટમાં સ્મશાનના લાકડામાં કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં પણ કટકી કરી હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓઓએ સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ કરીને પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું છે.
ADVERTISEMENT
સ્મશાનના લાકડામાં કૌભાંડ
ADVERTISEMENT
રાજકોટમાં સ્મશાનમાં જતા લાકડાને પણ કૌભાંડીઓએ છોડ્યા નથી. સ્મશાને લાકડા મોકલ્યા હોવાનું લખીને કૌભાંડીઓઓએ પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાનું બારોબાર વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ RMCના ગાર્ડન શાખાના ચોપડે લાડકા સ્મશાનમાં મોકલવાનું લખી બારોબાર વેચાણ કરી દીધું છે. ત્યારે સ્મશાન સંચાલકે સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા હોવાનો દાવો કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા બારોબાર વેંચી માર્યા!
વરસાદમાં ધરાશાઈ વૃક્ષોને સ્મશાનમાં મોકલવાના બદલે બારોબાર વેંચ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સ્મશાન સંચાલક સંજય વઘાસીયાએ આક્ષેપ લગાવ્યો છે કે ગાર્ડન શાખાએ લાકડાનું બહાર વેચાણ કર્યું છે. સંજય વઘાસીયાએ કહ્યું કે ગાર્ડન શાખાએ લાકડાની 32 ગાડી સ્મશાનમાં મોકલી હોવાનું ચોપડે નોંધ્યું. પરંતુ સ્મશાનમાં 50% લાકડા પણ નથી પહોંચ્યા. સ્મશાન સંચાલક સંજય વઘાસીયાએ જણાવ્યું કે ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા બાપુનગર, મવડી, નાના મૌવા, રૈયા ગામ સ્મશાન, પોપટપરા સ્મશાનમાં પહોંચ્યા નથી.
આ પણ વાંચો: કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો
મનપાના ગાર્ડન શાખાના ચોપડે તમામ વૃક્ષના લાકડા સ્મશાનમાં મોકલાયા હોવાનું લખવામાં આવ્યું છે. જો સ્મશાને લાકડા નથી પહોંચ્યા તો સ્મશાનના લાકડા ક્યાં ગયાં તે મોટો પ્રશ્ન છે. ત્યારે સામે આવ્યું છે કે વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા બારોબાર વેંચી માર્યા! સંજય વઘાસીયાએ એવો પણ દાવો કર્યો છે કે બાપુનગર સ્મશાનમાં તો લાકડાની એક પણ ગાડી આવી નથી. જ્યારે કૉર્પોરેશન દ્વારા 3 ટ્રેકટર ભરીને લાકડા મોકલ્યાં હોવાનું નોંધવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.