બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટના સતાધાર મહંત વિજયબાપુએ નરેન્દ્ર સોલંકી પર કરેલા આરોપોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો
Last Updated: 05:04 PM, 10 January 2025
રાજકોટના સતાધાર મહંત વિજયબાપુએ નરેન્દ્ર સોલંકી પર કરેલા આરોપોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુ પર વળતો પ્રહાર કર્યો છે તેમજ ગીતાબેન અને વિજયભગતનો ગરબા સમયે એકબીજા સામે ઈશારા કરતો વીડિયો જાહેર કર્યો છે. સતાધારના દરેક કાર્યક્રમોમાં ગીતાબેનની હાજરીના વીડિયો પણ જાહેર કર્યા છે. ત્યારે હવે વિવાદ વધુ વકર્યો છે.
ADVERTISEMENT
''સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો''
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, ''મારી અને વિજય ભગતની શારીરિક તપાસ કરવામાં આવે તેમજ ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે. સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો'' વધુમાં કહ્યું કે, ''વિજય ભગત અને ગીતાબેન સિવાય બીજા બે કોણ છે તે જાહેર કરો'' તેમજ ગીતાબેન કોણ છે તેનું સત્ય જાહેર કરવામાં આવે તેવી નરેન્દ્ર સોલંકીએ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુની નિયમ પ્રમાણે તિલક વિધિ ન થઇ હોવાનો પણ દાવો કર્યો છે.
અગાઉ પણ નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો
થોડા દિવસ અગાઉ સતાધાર વિવાદ મામલે આપાગીગા સ્થળના મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. આ પત્રમાં સતાધારમાં જે ટ્રસ્ટીની જગ્યા ખાલી છે ત્યાં તેમની નિમણૂકની માંગણી કરી હતી. નરેન્દ્ર સોલંકીએ પત્રમાં દાવો કરતા કહ્યું હતું કે, સતાધાર ગાદીનો હું સીધો વારસદાર છું. એવામાં મેં કોઈ દિવસ ગાદી માટે વિવાદ કર્યો નથી. વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થયા છે. તો તેમને આ મામલે જવાબ આપવો જોઈએ. હાલ મેં વિજય ભગત અને ગીતાબેનને આ પત્ર લખીને જવાબ આપવા માટે કહ્યું છે. જો તેઓ પત્રનો જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં વિજય હટાવો આંદોલન કરવામાં આવશે. આ પત્રમાં નરેન્દ્ર સોલંકીએ ચીમકી આપતાં કહ્યું કે, જો મારા પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હું આ મામલે વધારે ખુલાસા કરીશ.
આ પણ વાંચો: ટિકિટ આપી નહીં છતાં લોકો પાસે પહોંચી! અમદાવાદ ફ્લાવર શૉમાં AMC સાથે ખેલ થયો
વિવાદ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ
તમને જણાવી દઇએ કે છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતાધાર ગાદીનો વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. એવામાં હવે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ આ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું. તેવામાં આ વિવાદ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT