બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું

સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું

Last Updated: 08:59 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના 21 વર્ષીય સર્વજ્ઞએ નાસા, WHO જેવી સંસ્થાઓની સાયબર સિક્યોરિટી સંભાળતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજીની વેબસાઈટમાં ભૂલ શોધી કાઢી છે.

ટેક્નોલોજીનો દિવસેને દિવસે વિકાસ થઇ રહ્યો છે. આજના સમયે સાયબર ફ્રોડ સામાન્ય ઘટના બની છે. જેને કારણે સાયબર ફ્રોડ સામે રક્ષણ આપતી સાયબર સિક્યોરિટીનું ચલણ પણ વધ્યું છે. આજે વાત છે રાજકોટના એક એવા યુવકની કે જેણે અમેરિકામાં સાયબર વર્લ્ડમાં ડંકો વગાડ્યો છે.

Sarvagya

રાજકોટના 21 વર્ષના યુવાનો વિશ્વભરમાં ડંકો

21 વર્ષીય સર્વજ્ઞએ નાસા, WHO જેવી સંસ્થાઓની સાયબર સિક્યોરિટી સંભાળતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજીની વેબસાઈટમાં ભૂલ શોધી કાઢી છે. સાયબર સિક્યુરિટીની ભાષામાં જેને બગ કહેવાય. જો આ બગ દૂર ન થાય તો સાઇડ હેક થવાનો ખતરો રહે છે. બગને કારણે WHO અને નાસાની વેબસાઇટ સર્વજ્ઞના હાથમાં આવી ગઇ હતી. જેનો રિસર્ચ રિપોર્ટ તૈયાર કરીને તેણે WHOને મોકલ્યો હતો. જેને કારણે સર્વજ્ઞને હોલ ઓફ ફેમ સર્ટિફિકેટ આપવામાં આવ્યું, તો અમેરિકામાં માસ્ટર ડિગ્રી માટે ગયેલો રાજકોટના બ્રાહ્મણ પરિવારની દીકરો હાલ ન્યુજર્સીમાં અભ્યાસ કરે છે.

Sarvagya  2

આ પણ વાંચો: VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!

સાયબર સિક્યુરિટી અને અવનવા રિસર્ચમાં રસ હતો

સર્વજ્ઞને પહેલેથી જ સાયબર સિક્યુરિટી અને અવનવા રિસર્ચમાં રસ હતો. તેણે ગાંધીનગરમાં બીટેક કરતા સમયે સાયબર સિક્યુરિચી ક્લબ પણ બનાવ્યું હતું. બીટેક પૂરું કરીને 6 મહિના સુધી DRDOમાં ઇન્ટર્નશીપ પુરી કરી રિસર્ચ પેપર બેંગ્લોરમાં સબમીટ કર્યા હતા. નેધરલેન્ડ સરકાર તરફથી એક ટીશર્ટ અને એક લેટર અપાયો છે. પોતાની આવડતથી સર્વજ્ઞએ અમેરિકાની સરકાર સંચાલિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે..વેબસાઇટમાંથી બગ શોધી કાઢવાના કૌશલ્યને કારણે સર્વજ્ઞનું નામ અમેરિકામાં બગ ડિસ્કવર તરીકે રજિસ્ટર કરાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Sarvagya Achievement Rajkot Sarvagya Rajkot News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ