રાજકોટ / યુપીના યુવકની રહસ્યમય હત્યા, પોલીસ-ક્રાઇમ બ્રાંચ-SOG ટીમોની દોડધામ

Rajkot police crime news murder

રાજકોટ શહેરમાં હત્યાની એક ઘટના બની છે, જંગલેશ્વર મેઇન રોડ બાપુનગરના સ્મશાન પાસે મુળ યુપીના ૨૭ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર જાગી છે. ડાબા પગના ઢીંચણ પાછળના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારનો એક જ ઘા ઝીંકાયો છે. આ યુવાનની હત્યા કોણે અને શા માટે કરી? તે રહસ્ય ઉકેલવા ભકિતનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ