રાજકોટઃ ગોંડલનાં એક યુવકનું કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તે યુવકનું મોત નિપજ્યું હોવાનાં સમાચાર સામે આવ્યાં હતાં. જો કે યુવકનાં મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પશુઓ દ્વારા ફેલાતો કોંગો એ ફીવરનો રોગ છે.
પશુઓની ચામડી પર ચોંટેલા પરજીવી રોગનું વાહક છે. હિમરોલ નામનાં પરજીવીથી આ રોગ પ્રસરે છે. મહત્વનું છે કે પશુઓ સાથે રહેતાં લોકોને રોગનો વધુ ખતરો હોય છે. મહત્વનું છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. તેઓ આ મોતને લઇ ભારે ચિંતાગ્રસ્ત થઇ ગયા હતાં.
જો કે હવે તંત્ર દોડતું થઇ ગયું છે તેમજ આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી રહ્યું છે અને અન્ય દર્દીઓની પણ શારીરિક તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ તેઓની મેડિકલ તપાસ બાદ તેઓનાં રિપોર્ટ શું આવે છે તે અંગે પણ તંત્ર હરકતમાં આવી ગયું છે.