બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટથી આવ્યા મોટા સમાચાર, NEET પરીક્ષા માર્ક્સ કૌભાંડમાં થઈ મોટી કાર્યવાહી
Last Updated: 11:32 AM, 8 May 2025
રાજકોટમાં NEET પરીક્ષામાં માર્કસ વધારવાના કૌભાંડ પર ક્રાઇમ બ્રાંચે રાજેશ પેથાણીની ગઇકાલે ધરપકડ કરી હતી, જે બાદ આજે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. આ સાથે પોલીસ દ્વારા બેલગાંવના મનજીત જૈનની શોધખોળ શરૂ કરાઇ છે.. છેલ્લા બે વર્ષથી આ ટોળકી સક્રિય હતી. રાજેશ પેથાણી નીટ પરીક્ષાની તૈયારી કરાવનારી રોયલ એકેડેમીના ચેરમેન છે.
ADVERTISEMENT
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વખતે પરીક્ષાના પહેલાજ NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. જેમાં રૂપિયા 75 લાખથી 1 કરોડમાં 650થી વધુ માર્ક્સ અપાવવાનો વાયદો કરાતો હતો. . ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં આવ્યા હતા..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતી જાહેર કરાઇ, જાણી લો કઇ છે અરજીની ડેડલાઇન ?
ટોળકીના વચેટીયાએ રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી લાલચ આપી હતી. એક વાલીને ટોળકીના વચેટિયાએ હોટેલમાં કરેલી ડીલની વિગતો મળી આવી હતી. જેમાં NEETની પરીક્ષામાં માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ હતી. પરીક્ષામાં 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી હતી. .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.