Video / રાજકોટ મનપા દિલ્હી મોડલ તરફ આગળ વધવા તૈયાર, મનપા સંચાલિત શાળામાં સ્માર્ટ કલાસનો આજથી પ્રારંભ

સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા સંચાલિત હાઇસ્કૂલમાં રાજકોટ શહેરમાં પ્રથમ સ્માર્ટ કલાસનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલમાં ગુજરાત ગેસના સહયોગથી સ્માર્ટ કલાસ બનાવવામાં આવ્યો છે. જેમાં 75 ઇંચના સ્માર્ટ ટી.વી.ને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જેથી વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ ડિજિટલ પધ્ધતિથી થઇ શકે. વિજ્ઞાનના પ્રયોગ અને ગણિત વિષયની ગૂગલ અને યૂ ટ્યૂબ પરના વીડિયોની મદદથી અભ્યાસ કરાવાશે. આ ક્લાસનું ઉદઘાટન CM વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ