બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: 'યુવા પેઢીના ઘડતરમાં સમય આપો', સાંસદ પરસોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કરી ટકોર
Last Updated: 03:07 PM, 13 December 2024
Rajkot: રાજકોટના જસવંતપુરામાં ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે. જેનો આજે ભુમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ (Rajkot) ના જસવંતપુરામાં ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમ વખતે સાંસદ પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ સમાજને ટકોર કરી.
ADVERTISEMENT
ભુમિપૂજનના પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ યુવા પેઢીના ઘડતરને લઇને સમાજને ટકોર કરી છે. તેમણે યુવા પેઢીના ઘડતરમાં સમય આપવાની અને બાળકોમાં સંસ્કાર સિંચનના પ્રયાસ કરવાની સલાહ આપી. તો સોશિયલ મીડિયાના આક્રમણથી ગુમરાહ થતી યુવાપેઢીને બચાવવાની વાત પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે આખી દુનિયામાં આ દુષણ ફેલાઈ રહ્યું છે. ત્યારે આપણે જ આપણા દીવાને હાથની આડશ રાખી પવનનો ઝપાટો ન લાગે તેની કાળજી લેવી પડશે.
ADVERTISEMENT
સાંસદ પરસોત્તમ રૂપાલાની પાટીદાર સમાજને ટકોર
રાજકોટ (Rajkot) ના જસવંતપૂરા ગામે કાર્યક્રમમાં ભાષણ કરતા સાંસદ પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ કહ્યું, "સમાજના સૌ વડીલો, માતા, બહેનો, ભાઈઓ, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો. યુવા પેઢીને ઘડવામાં થોડો સમય આપો. બાળકોમાં સંસ્કાર ઉતારવામાં થોડા પ્રયાસ કરો. કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો."
આ પણ વાંચો: દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિવિભાગનો મોટો નિર્ણય, આ સુવિધા માટે 10 કરોડની કરી ફાળવણી
વધુમાં તેમણે કહ્યું, "સોશિયલ મીડિયાના આક્રમણના કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય, એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે. એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી, ત્યારે એવો એકમાત્ર ઈલાજ છે કે આપણે જ આપણા દીવાને હાથની આડસ રાખી પવનનો ઝપાટો ન લાગે તેની કાળજી સમાજમાં બધા જ પરિવારોએ લેવાની આવશ્યકતા છે. યુવાઓ પેઢીઓને વ્યસનો અને આદતોથી બચાવવામાં આવે એવા સંકલ્પ સાથે આગળ વધો."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT