બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 10 વ્યાજખોરોના લીધે પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઈએ કર્યું મોતને વ્હાલું, વીડિયો શેર કરીને વ્યથા વર્ણવી
Last Updated: 10:30 PM, 11 February 2025
રાજકોટના કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેને જેની પાસેથી પૈસા લીધા હતા તેના નામ અને રકમ પણ લખી હતી. ત્યારે આ મામલે હવે પ્રદ્યુમન નગર પોલીસે પાંચ વ્યાજ ખોરોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પોલીસે સ્યુસાઈટ નોટનાં આધારે 10 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો
ADVERTISEMENT
કોઠારિયા ગામે રહેતા અલ્પેશભાઇ કાનજીભાઈ સાકરિયા નામના કોન્ટ્રાક્ટરે ગત તારીખ તા.28-1ના રોજ રેસકોર્સ પાસે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે આ કોન્ટ્રાક્ટરે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ અને એક વિડીયો પણ જાહેર કર્યો હતો જેમાં વ્યાજખોરના આતંકના કારણે પોતે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ મામલે રાજપુતના પ્રદ્યુમન નગર પોલીસ મથક દ્વારા તપાસ કર્યા બાદ હવે 10 શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. તેમાંથી પાંચ જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે વ્યાવખોરો સામે કાર્યવાહી હાથ ધરી
આ અંગે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ રેસકોર્સમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવામાં આવ્યો હતો. જે મામલે પ્રદ્યુમન નગર પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસ તપાસમાં આ કોન્ટ્રાક્ટરે વ્યાજખોરિના આતંકના કારણે આપઘાત કર્યો હતો. જેને લઇને પોલીસે ગુનો નોંધ્યો છે.
વ્યાજખોરોના નામ
જેમાં પ્રદ્યુમન પોલીસે વ્યાજખોરિ મામલે જેમાં પંકજ ધોકિયા, યોગેશ પંડયા, ખીમજી પ્રવીણભાઈ પરમાર, જીગ્નેશ જીલકા, તાહેર કાસમ, ભીખુ બાલાસરા, મેસેજ ક્લબવાળો પરાગ ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ગઢવી, વિપુલ ભગવાનજી સહિતના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે આરોપી પંકજ મોહન, ખીમજી પરમાર, જીગ્નેશ ધીરૂ, તાહેર કાસમ અને વિપુલ ભગવાનજીની ધરપકડ કરી હતી અન્ય પાંચ વ્યાજખોરને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ હાલ ફરાર છે પરંતુ રાજકોટમાં વ્યાજખોરના આતંકના કારણે એક યુવકનો જીવ જતા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કાનુનને પડકાર ? / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.