બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:34 PM, 11 December 2024
Rajkot Fire broke out: રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શહેરના મેટોડા GIDCમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે માટે 12થી વધુ ગાડીઓ તૈનાત છે.
ADVERTISEMENT
આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો
ADVERTISEMENT
આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આગ સતત પ્રસરી રહી છે તેમજ ખાદ્ય તેલના જથ્થા સુધી પ્રસરી ચૂકી છે. પેકિંગ પ્લાસ્ટિકના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે.
વધુ વાંચો : નકલી કચેરી, ટોલનાકા બાદ હવે પાટણમાંથી ઝડપાઇ નકલી યુનિવર્સિટી, સામે આવ્યું મસમોટું કૌભાંડ
મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા
રાજકોટથી 3 તેમજ ગોંડલ, કાલાવાડથી ફાયર ફાઈટરો રવાના આગ પર કાબૂ મેળવવા માટે રવાના થયા છે. મળતી માહિતી મુજબ ગોપાલ ફેક્ટરીમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. જો કે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સરકારી તંત્ર અને પોલીસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.