બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO: રાજકોટ મેયર સરકારી ગાડી લઈ મહાકુંભ ઉપડ્યા, વિપક્ષે કહ્યું અગ્નિકાંડના પાપ ધોતાં આવજો!
Last Updated: 02:30 PM, 10 February 2025
કુંભમેળામાં દેશભરમાંથી મોટી માત્રામાં લોકો પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે. ત્યારે મહાકુંભમાં વીવીઆઇપી કલ્ચરના કારણે ઘણા વિવાદો સામે આવ્યા હતા. ત્યારે ગુજરાતના રાજકોટના મેયરને લઇ વધુ એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં રાજકોટ મેયર સરકારી ગાડી લઇને મહાકુંભ પહોંચતા મોટો વિવાદ સર્જાયો છે. મેયર નયના બેન પેઢડીયા મહિલા મોરચાના અધ્યક્ષ કિરણ માકડિયા સાથે મહાકુંભમાં ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
પ્રજાના પૈસે જવું તે યોગ્ય નથી
ADVERTISEMENT
ત્યારે આ ઘટનાને લઇ રાજકોટ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ જાય એ સારી બાબત છે. પરંતુ પ્રજાના પૈસે જવું તે યોગ્ય નથી. પ્રજાના પૈસા આ પ્રકારના પ્રવાસ કરવા જોઈએ નહીં. સરકારી ગાડી પોતાના પરિવારજનો સાથે જવા માટે આપવામાં આવે છે. પરંતુ આમાં તો ભાજપના નેતાઓ પણ સાથે ગયા છે.
વધુ વાંચો: VIDEO: ફેરવેલમાં પાવર બતાવવા 30 લકઝરી કારનો કાફલો કાઢ્યો, સુરતની શાળાના સીનસપાટા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોર્પોરેશનની ગાડી ઉપર કપડાં સૂકવવામાં આવે તે પણ ગેર વ્યાજબી છે. મેયરને અપીલ છે કે કુંભ ગયા છો તો TRP કાંડના પાપ પણ ધોઇ ને આવજો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.