બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / પૂર્વ TPO મનસુખ સાગઠીયાનું પરભારું કૌભાંડ, TP 11માં આવી રીતે છેતર્યાં, મેયરે ફાઈલ ઉઘાડી

રાજકોટ / પૂર્વ TPO મનસુખ સાગઠીયાનું પરભારું કૌભાંડ, TP 11માં આવી રીતે છેતર્યાં, મેયરે ફાઈલ ઉઘાડી

Last Updated: 07:21 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં માધાપર TP 11માં કૌભાંડની આશંકાને લઈ ટીપીને મંજૂર કર્યા વિના જ પરત કરી છે

રાજકોટમાં માધાપર TP 11માં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. કારણકે TP 11માં પૂર્વ TPO મનસુખ સાગઠીયાએ કારનામા કર્યા હતા. જેથી હવે સાગઠીયાના કારનામા બાદ સરકાર એક્શનમાં આવી છે અને સરકારે TP 11 મંજૂર કર્યા વિના જ પરત કરી છે.

madhapart 1

માધાપર TP 11માં કૌભાંડ!

રોડમાં સુધારા વધારા મામલે TP ફાઈનલ ન કરાઈ અને TP 11માં નામાંકિત લોકોએ પ્લોટ અને ખેતરો લીધા હોવાનું સામે આવ્યું છે. સરકારે ટીપી 11 પરત કર્યા બાદ હવે મેયર નયનાબેન પેઢડિયાએ TP 11ની ફાઈલ ચકાસવાની કામગીરી શરૂ કરી છે.

mayor

'ફાઈલનું નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર વિગત ખબર પડશે'

સમગ્ર મામલે મેયરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફાઈલનું નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર વિગત ખબર પડશે. સરકાર TP 11 રદ્દ કરી નવી બનાવશે તો બિલ્ડરોના વહીવટનો ખુલાસો થશે તેવો પણ મેયરે ઘટસ્ફોટ કર્યો છે.

આ પણ વાંચો: 'કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે', અમદાવાદમાં શક્તિપ્રદર્શન બાદ ક્ષત્રિય સમાજનો હુંકાર, કોણ શું બોલ્યું?

PROMOTIONAL 11

સમગ્ર મામલે મેયરનું નિવેદન

વધુમાં મેયર નયનાબેન પેઢડિયાએ વધુમાં કહ્યું કે, માધાપર ટીપી નંબર 11 પરત મોકલામાં આવી છે, પરત મોકવાનું કારણ છે કે, તે વિસ્તારમાં કોઈ પ્રશ્ન હોય તો સુધારા કરીને નવા નિયમ પ્રમાણે સુધારા થાય. જેના કારણે ટીપીમાં સારા કામ થાય જેના માટે સરકારમાં પરત મોકલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TP 11 Fear of Scam Mayor Nayanaben Pedhadia Statement Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ