બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં સેવકની ધરપકડ, રાજકોટ LCBએ મહારાષ્ટ્રથી ઝડપ્યો
Last Updated: 07:57 PM, 24 June 2024
રાજકોટના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામીઓ સામેની દુષ્કર્મની ફરિયાદમાં સેવકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ LCBએ મહારાષ્ટ્રથી આરોપી મયુર કાસોદરીયાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સ્વામીઓની શોધખોળ શરૂ
ADVERTISEMENT
દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ઘરી હતી. મયુર કાસોદરીયા જામટીબડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળનું સંચાલન કરતો હતો. આ મામલે પોલીસે મુખ્ય આરોપી સ્વામીઓની શોધખોળ શરૂ કરી છે.
વિદ્યાર્થીઓને ગુરુકુળમાંથી વાલીઓ પરત ઘરે લઇ ગયા
એક તરફ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ વાલીઓમાં રોષ એટલો છે કે ગુરુકુળમાં ભણતા 150 વિદ્યાર્થીઓમાંથી 135 વિદ્યાર્થીઓને વાલીઓએ ઘરે પરત લઇ ગયા છે. એટલું જ નહીં જામટીંબડી ગામે આવેલા કન્યા વિદ્યાલયમાંથી પણ 145 વિદ્યાર્થિનીઓને વાલીઓ ઘરે પરત લઇ ગયા છે. ફરિયાદ બાદ ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ ગયા' રાજકોટ અગ્નિકાંડને લઈ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
જાણ સમગ્ર મામલો
ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વિગતો મુજબ ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ઘટનામાં મોટો ખુલાસો થયો હતો કે, દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. આ સાથે ધરમપ્રસાદ સ્વામીએ ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. નોંધનીય છે કે, રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.