બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં બે મહિલાઓ વચ્ચેની માથાકૂટમાં યુવકનો ચાકુથી હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Last Updated: 07:06 PM, 17 January 2025
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે રામનગર વિસ્તારમાં હુમલો થયાની ઘટના સામે આવી છે. બે મહિલાઓનો ઝઘડો થતાં એક યુવકે ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
ADVERTISEMENT
રાજકોટમાં બે મહિલાઓની માથાકૂટ વચ્ચે એક યુવકે ચપ્પુ વડે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ#Rajkot #babal #cctv #vtvgujarati pic.twitter.com/HgaoRskmHH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 17, 2025
બે મહિલાઓના ઝઘડા વચ્ચે યુવકે ચપ્પુ વડે કર્યો હુમલો
ADVERTISEMENT
CCTVમાં જોઈ શકાય છે કે, બે મહિલાઓ વચ્ચે મારામારી ચાલી રહી હતી ત્યારે અચાનક એક યુવક ચપ્પુ લઈને ધસી આવ્યો હતો અને એક મહિલા પર ચપ્પુના વાર કરી રહ્યો હતો તે દરમિયાન અન્ય મહિલાઓએ તે યુવકને પકડી લીધો હતો. આમ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જો કે, આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો છે.
આ પણ વાંચો: 'ખોવાયા છે, જડે ઈ જાણ કરજો..' અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીએ ભાજપ નેતાઓ પર સાધ્યું નિશાન
CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી
આ હુમલાની ઘટનાના પગલે આજીડેમ CCTVના આધારે તપાસ શરુ કરી છે. અત્રે જણાવીએ કે, આ બબાલ કઈ બાબતને લઈ થઈ તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી હતી પરંતુ સામાન્ય વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા આવેશમાં આવીને બીજી મહિલા ઉપર મારામારી કરવા લાગતા માહોલ તંગ બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.