rajkot Kagdadi village mahant suicide case, suicide note accused was caught
રાજકોટ /
કાગડદી ગામના મહંતના આપઘાત મામલે 1 વર્ષથી ફરાર આરોપી વિક્રમ સોહલાની ધરપકડ, બાપુની સ્યૂસાઇડ નોટમાં હતું નામ
Team VTV07:47 PM, 08 May 22
| Updated: 07:51 PM, 08 May 22
રાજકોટની ભાગોળે આવેલ કાગદડી ખાતે ખોડીયાર ધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત પ્રકરણનો વધુ એક ફરાર આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે.
રાજકોટ ખોડિયાર આશ્રમના મહંતે કર્યો હતો આપઘાત
છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી વિક્રમ સોહલાની થઈ ધરપકડ
આ કેસમા અગાઉ બે આરોપીની થઇ ચુકી છે ધરપકડ
મૂળ કોડીનારના અને છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ નજીક આવેલ કાગદડી ખાતે ખોડીયાર ધામ આશ્રમમાં રહેતા મહંત જયરામદાસ બાપુએ આપઘાત કર્યો હતો. રાજકોટના કાગડદી ગામ સ્થિત મહંતના આપઘાત પ્રકરણમાં આશરે છેલ્લા એક વર્ષથી પોલીસે હાથતાળી આપી ફરાર શખ્સને દબોચી લેવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપી આરોપી વિક્રમ સોહલાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહંતના કુદરતી મોતનું બોગસ સર્ટી બનાવાયું હતું
કાગદડી ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુએ આપઘાત કર્યો હતો. બાપુના આપઘાતને આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા કુદરતી મોતમાં ખપાવવામાં આવ્યું હતું. જે તે સમયે આશ્રમના ટ્રસ્ટીઓને મહંત આપઘાત બાબતની સુસાઈડ નોટ પણ મળી હતી. છતાં ટ્રસ્ટીઓ દ્વારા મહંતના આપઘાત અને સુસાઇડ નોટની વાત પોલીસથી સંતાડવામાં આવી હતી.અને આશ્રમના સેવાદાર રહેવા નિલેશ નિમાવતના કહેવાથી દેવ હોસ્પિટલના અન્ય તબીબોએ મહંતનો ખોટું ડેથ સર્ટીફીકેટ બનાવી આપ્યું હતું. જે ડેથ સર્ટિફિકેટમાં મહંતનું ઝેરી દવા પીવાના કારણે નહીં પરંતુ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું બોગસ સર્ટી બનાવાયું હતું.
ત્યારબાદ મહંતની સુસાઇડ નોટ પોલીસને હાથે લાગી હતી. જેમાં મહંતે જણાવ્યું હતું કે અલ્પેશ અને હિતેશ પાસે બે દીકરીઓના છ જેટલા વિડિયો છે. જે 6 વિડીયોનો દુરુપયોગ કરી તેઓ મહંતને બ્લેકમેલ કરતા હોવાનો મહંતે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેને પગલે કુવાડવા પોલીસે મૃતક મહંતના ભત્રીજા અલ્પેશ તેમજ અલ્પેશના બનેવી હિતેશ જાદવ અને રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
એકાદ વર્ષથી ફરાર આરોપી વિક્રમ સોહલા ચડયો પોલીસની ઝપટે
પોલીસની તપાસમાં દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત તેમજ આશ્રમના ટ્રસ્ટી અને સરકારી વકીલ એવા રક્ષિત કલોલાની પણ સંડોવણી ખૂલી હતી. જેથી વધુ બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસ હાથ ધરી મહંત જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની અગાઉ ધરપકડ કરી હતી. સરકારી વકીલ રક્ષિત કલોલા અને ડૉ,નિલેશ નિમાવતની ધરપકડ કરાયા બાદ વધુ એક આરોપી સુધી પહોંચવામાં પોલીસ સફળ થઇ છે. આ મામલે આશરે એકાદ વર્ષથી ફરાર આરોપી વિક્રમ સોહલાની પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધની કાર્યવાહી આગળ ધપાવી છે.
શુ હતો મામલો ?
31 મે 2021ના રોજ જયરામદાસ બાપુએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી
જયરામદાસનુ 1 મેના મૃત્યુ થયુ,2 મે 2021ના રોજ અંતિમ સંસ્કાર કરાયા
6 મે 2021ના રોજ તેમના રૂમની સફાઈ દરમિયાન સ્યૂસાઈડ નોટ મળી આવી
સ્યૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ આવ્યા હતા સામે
સ્યૂસાઈડ નોટ આધારે હિતેશ જાદવ, અલ્પેશ સોલંકી, વિક્રમ સોહલા સામે નોંધાઈ FIR
6 મે 2021ના રોજ ત્રણેય આરોપીઓ થયા હતા ફરાર
અલ્પેશ અને હિતેશ નામના આરોપી પાસે જયરામદાસના હતા વીડિયો
આરોપીઓ મહિલા સાથેના વીડિયોને લઈને કરતા હતા બ્લેકમેઈલ