બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 10:30 PM, 25 June 2022
ADVERTISEMENT
ચોમાસાના પ્રારંભ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જેતપુરમાં આજે મોડી સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. મેઘરાજાએ આકરો મિજાજ અપનાવી જોરદાર બેટિંગ કરતાં ચારે કોર પાણી...પાણી.. થઇ ગયું હતું. મેઘાના હેતની સાથે આભની અટારીએથી આફત ઉતરતા ઠેર-ઠેર ઉપાધિના ઘોડાપૂર પણ ઉમટ્યા હતા. જેમાં જેતપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એટલું જ નહી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના મકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોની ઘરવખરી પાણીમાં ગરક થઈ ગઇ હતી. રોડનો ભાગ ઊંચો હોવાથી ઘરમાં પાણી ભરાયા હોવાનો લોકોએ રાવ ઉઠાવી હતી. જેને લઇને નગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભો થયા હતા.
ADVERTISEMENT
અમદાવાદ,ગાંધીનગર,વડોદરાવાસીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત છે પણ મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત મેઘો જાણે રિસાઈને બેઠો છે. ત્યારે એક તરફ જ્યાં વરસાદ પડયો છે ત્યાંના ખેડૂતોમાં હરખની હેલી છે પણ મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાતમાં ચોમાસુ ખેંચાતા ખેડૂતોની ચિતામાં વધારો થયો છે. વરસાદી વાદળો ન રચાતા ચોમાસું આ વિસ્તારમાં પાછું ઠેલાયુ છે. જો કે 29 જૂન સુધી ચોમાસાનાં આગમનની હવામાન નિષ્ણાંતોની આગાહી કરી રહ્યા છે સાથે 3 જૂલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ પધરામણી કરશે તેવુ અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે. અમદાવાદમાં ગરમી 2 ડિગ્રી વધીને 42ને પાર થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 2 દિવસમાં ગરમીમાં 4.5 ડિગ્રીનો વધારો થયો છે.
શુક્રવારે નોંધાયેલો વરસાદ
શુક્રવારે રાજ્યના 69 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ચિખલીમાં સવા 4 ઈંચ વરસાદ, જ્યારે ડાંગના સુબિરમાં 3.5 ઈંચ અને ઓલપાડમાં સવા 2 ઈંચ વરસાદ થયો હતો. સાથે મેંદરડા અને અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ડાંગ અને ઉમરપાડામાં પોણા 2 ઈંચ વરસાદ થયો હતો. સાથે જ બગસરા, ધારી અને કેશોદ 1.5 ઈંચ વરસાદ અને પલસાણા, પોરબંદર અને માંગરોળમાં સવા ઈંચ વરસાદ ખબક્યો હતો. ઉપરાંત કાલાવડ, વઘઈ અને ઉચ્છલમાં 1 ઈંચ વરસાદ પડયો હોવાનું સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.