દીકરીઓના દુશ્મન /
રાજકોટ: જેતપુરના જયેશની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક એકતરફા પ્રેમીની પજવણીનો કિસ્સો
Team VTV09:13 AM, 22 Mar 21
| Updated: 09:23 AM, 22 Mar 21
રાજકોટમાં વધુ એક એકતરફા પ્રેમીનો પજવણીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પરિવારે પોલીસ ફરિયાદ કરતા આ મામલે તુરંત જ પગલા લેવાઈ રહ્યા છે.
દીકરીઓના દુશ્મન કેટલા?
રાજકોટના એક શખ્સે વિદ્યાર્થીનીની કરી પજવણી
પરિવારની ફરિયાદના આધારે આરોપી ઝડપાયો
રાજકોટમાં વધુ એક ધરાર પ્રેમીનો આતંક સામે આવ્યો છે. જેતલસરના જયેશ બાદ રાજકોટના મુકેશે પણ એક દીકરીની પજવણી શરૂ કરી છે. રાજકોટના મુકેશ વાઝાએ ધો-9ની વિદ્યાર્થીનીની પજવણી કરી છે.
આરોપીની કરાઈ ધરપકડ
આરોપી મુકેશ વાઝાએ વિદ્યાર્થીનીને ધમકી આપી છે. પરિવારને પતાવી દેવાની ધમકી આપી છે. પરિવારે આરોપીથી કંટાળી વિદ્યાર્થીનીને દાદાને ઘરે મોકલી આપી હતી. આરોપી મુકેશ વાઝા વિદ્યાર્થીનીના દાદાના ઘરે પણ પહોંચ્યો છે. પરિવારે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા મુકેશની ધરપકડ કરાઇ છે.
જેતલપુરમાં બની ભયાનક ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બે દિવસ પહેલા એક યુવતીની સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી