બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / rajkot jetpur 150 schools have no permission for std 12 8000 student in trouble
Gayatri
Last Updated: 04:27 PM, 9 October 2019
ADVERTISEMENT
શિક્ષણ વિભાગ 8000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. ધોરણ 11ને શરતી મંજૂરી આપી દીધી હતી પણ ધોરણ 12ને મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગયા વર્ષે પણ બોર્ડે એક વર્ષની શરતી મંજૂરી આપી હતી જે ફરીથી દોહરાવી પડે તેવી પરિસ્થિત સર્જાઈ છે.
ADVERTISEMENT
શું છે મામલો
જેતપુરમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી સામે આવી છે. ધોરણ 12ના અંદાજિત 8 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 150 જેટલી શાળાઓને ધોરણ 12ની મંજૂરી મળી નથી. આ મામલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. સરકાર તાત્કાલિક ધોરણ 12ની મંજૂરી આપે તેવી રજૂઆત કરી છે.
ધોરણ 11ને મળી હતી મંજૂરી
ગયા વર્ષે શિક્ષણ બોર્ડે એક વર્ષ માટે શરતી પરીક્ષા લીધી હતી. સરકારે 150 જેટલી શાળાઓને ધોરણ 11ની મંજૂરી આપી હતી. જૂન 2017 અને 2018માં ધોરણ 11ની મંજૂરી આપી હતી. ધોરણ 12ની મંજૂરી ન હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા છે. મંજૂરી વગર ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓ અનેક લાભથી વંચિત છે. ધોરણ-12ની પરીક્ષા અને શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓ વંચીત છે. ત્યારે આ વર્ષે તેમને પરીક્ષા આપવા મળશે કે નહીં તે માટે પણ હવે ફાંફા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.