બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / દાણા જોવડાવવા ગયેલી પરણિતાની છેડતી, પતિએ છરીથી કર્યો ભુવા પર હુમલો, વિંછીયાનો બનાવ
Last Updated: 11:40 AM, 11 January 2025
રાજકોટ: રાજકોટના વિંછીયામાં ભુવા સામે પરિણીતાની છેડતી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પરિણીતાની તબિયત સારી ન રહેતા ભુવા પાસે આવી હતી, એ વખતે ભુવાએ પરિણીતાની છેડતી કરી હતી. છેડતીના આરોપ બાદ પરિણીતાના પતિએ ભુવા ઉપર છરી અને પાઈપથી હુમલો કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે.
ADVERTISEMENT
વિંછીયામાં ભુવાએ પરિણીતાની છેડતી કરતા હુમલો
માહિતી અનુસાર, જસદણના વિંછીયામાં રાજકોટની 27 વર્ષીય પરિણીતા ભુવા પાસે દાણા જોવડાવા ગઈ હતી. ત્યારે ભુવાએ દાણા જોતી વખતે મહિલાની છેડતી કર્યા હોવાની માહિતી સામે આવી છે. પરિણીતા તેની તબિયત સારી ન રહેતી હોવાના કારણે ઢેઢુકી ગામની સીમમાં ભૂવા પાસે દાણા જોવડાવવા ભુવાની વાડીએ આવી હતી. તબિયત સારી ન રહેતા પરણિતા અંધશ્રદ્ધામાં આવી ગઈ હતી. પરિણીતાના પતિને ભુવાએ તેની પત્નીની છેડતી કરી હોવાની જાણ થતા ભુવાને સબક શિખવાડ્યો. પરિણીતાના પતિ દ્વારા ભુવા પર પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો.
ADVERTISEMENT
સમગ્ર કેસમાં પોલીસે શરૂ કરી તપાસ
આ વાત સામે આવતા પોલીસે સમગ્ર કેસમાં સામસામે ફરિયાદ નોંધી છે. મહિલા બીમારી દૂર કરવા માટે ઢેઢુકીમાં ભૂવા પાસે દાણા જોવડાવા માટે ગઈ હતી. એ દરમિયાન આ ઘટના બની હતી. ત્યારે ભુવા પર હુમલો કરવા આવેલ શખ્સે ભૂવાને ઘસડ્યો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સામસામે થયેલી ફરિયાદ બાદ વિંછીયા પોલીસે છેડતી, હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે પરિણીતાની છેડતી સહિત ભૂવા સામે કાળા જાદુ કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો: ચેરીટીતંત્ર કચેરીના હુકમોની નકલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત
પરિણીતાના પતિએ હુમલો કર્યા બાદ ઇજાગ્રસ્ત ભુવાને સારવાર માટે રાજકોટ લઈ જવાયો. હુમલામાં વચ્ચે પડતા આરોપી ભુવાની પત્ની અને ભાઈ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.