બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં લાડાણી અને ઓર્બીટ ગ્રુપ પર દરોડામાં 1500 પાનાનો રિપોર્ટ, શું મળ્યું, CCTVએ રાઝ ખોલ્યા

સફળ સર્ચ / રાજકોટમાં લાડાણી અને ઓર્બીટ ગ્રુપ પર દરોડામાં 1500 પાનાનો રિપોર્ટ, શું મળ્યું, CCTVએ રાઝ ખોલ્યા

Last Updated: 12:00 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં લાડાણી એસોસિએટ અને ઓરબિટ ગ્રુપ પર ITની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ટેક્સચોરી કરનાર પેઢીઓ સામે આવકવેરા વિભાગે 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. દરોડામાં બંને ગ્રુપના 20થી વધુ લોકરમાં મુકેલી કરોડોની રોકડ અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

રાજકોટ: રાજકોટમાં લાડાણી એસોસિએટ અને ઓરબિટ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા, ત્યારે હવે લાડાણી એસોસિએટ અને ઓરબિટ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. કરચોરી મામલે IT વિભાગ દ્વારા 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને બંને ગ્રુપના 20થી વધુ લોકરની તપાસ કરવામાં આવી અને તેમાં મુકેલી કરોડોની રોકડ અને દસ્તાવેજો કબ્જે કર્યા છે. આવકવેરા વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા પછી હવે આવકવેરા વિભાગે ટેક્સચોરી કરનાર બંને પેઢીઓ સામે 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2022માં પણ આવકવેરા વિભાગે બંને ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. એ વખતે પણ બંને ગ્રુપના 30થી વધુ સ્થળે તપાસમાં કરોડોની કરચોરી ઝડપાઈ હતી. સતત બીજા વર્ષે કરોડોની ટેક્સ ચોરી ઝડપાયા બાદ ITએ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. રાજકોટમાં લાડાણી ગ્રુપ પર દરોડા દરમિયાન બિલ્ડરના ઘરે સામગ્રી ન મળતાં આવકવેરા વિભાગે અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગને સીસીટીવી ફૂટેજની તપાસ દ્વારા મોટી સફળતા હાથે લાગી હતી. આવકવેરા વિભાગ દ્વારા 400થી વધુ CCTVની તપાસ બાદ બેનામી વ્યવહારો ઝડપાયા હતા. આ તપાસ દરમિયાન કાળા નાણાંના કારોબારની 3 ડાયરી કબજે કરવામાં આવી.

આવકવેરા વિભાગની તપાસ દરમિયાન બેનામી હિસાબની ડાયરી ઝૂંપડપટ્ટીમાં છુપાવી હોવાનો અને પછી ઝેરોક્ષની દુકાનમાં છૂપાવ્યાનો ખુલાસો થયો. આ પછી કાળા નાણાંના કારોબારની 3 ડાયરી ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરાઈ હતી. અગાઉ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખેલા 500 કરોડના બેનામી હિસાબો મળ્યા હતા. હવે ઇન્કમ ટેક્સ દ્વારા લાડાણી ગ્રુપ સાથે સંકડાયેલા બિલ્ડર્સની પૂછપરછ કરાશે. આવકવેરા વિભાગે ટેક્સચોરી કરનાર બંને પેઢીઓ સામે 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે, અને માહિતી અનુસાર, આવકવેરા વિભાગ છેલ્લા પાંચ વર્ષના ચોપડા ખોલશે. આ રિપોર્ટના આધારે જ હવે આવકવેરા વિભાગ લાડાણી ગ્રુપ અને તેની સાથે જોડાયેલા ભાગીદારોની પૂછપરછ કરશે અને હિસાબોના ચોપડા ખોલીને ઝીણવટથી તપાસ કરશે.

વધુ વાંચો: તમે ખરીદેલું બિયારણ અસલી છે કે નકલી? જાણો ખેડૂતોએ કેવી રીતે કરવી ચકાસણી

આવકવેરા વિભાગ દ્રારા પાડવામાં આવેલા દરોડામાં 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો પર્દાકાશ થયો હતો. બંને ગ્રુપના 20થી વધુ લોકરની તપાસ દરમિયાન ત્રણ કરોડથી વધુની રોકડ રકમ ઉપરાંત લેપટોપ, પેન ડ્રાઈવની વસ્તુઓ જપ્ત કરવામાં આવી.

સંકળાયેલા મુદ્દાઓ

IT Raid Income Tax Ladani Group, Orbit Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ