તૈયારી / ગુજરાતમાં અહીં ટ્રેનના ડબ્બામાં તૈયાર થઇ રહ્યા છે કોરોનાના આઈસોલેશન વોર્ડ, હોસ્પિટલ જેવી જ હશે સુવિધા

rajkot isolation wards in 20 railway coach for the treatment of corona patients

ગુજરાતના રાજકોટમાં હાલ સુધી કોરોનાના કુલ 10 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ 87 નોંધાયા છે. આ સાથે જ કોરોના દર્દીઓની સારવાર માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતના રાજકોટમાં હવે કોરોના દર્દીઓની સારવાર માટે રેલવેએ નવો પ્રયોગ શરૂ કર્યો છે. અહીં ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ પશ્ચિમ રેલવેએ રાજકોટ મંડળે 20 વર્ષથી વધુ જૂની નોન એસી કોચને આઈસોલેશન વોર્ડમાં બદલવાની તૈયારીઓ શરૂ કરી છે. આ કોચને કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ