બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / 'પોલીસ હેડ ક્વાર્ટરથી છીએ', કહી આવરા તત્વોએ હોટલનું રજીસ્ટર ચેક કરવા માંગ્યું, કરી લાફાવાળી
Last Updated: 09:17 PM, 10 October 2024
રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હોટલ વ્રજ રેસકોર્સમાં બે શખ્સોએ મારામારી કર્યાનો વીડિયો વાયરલ થયો છે. રીસેપ્શનમાં કર્મચારીને અપશબ્દો બોલીને માર માર્યો હતો તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હોવાનું કહીને રજિસ્ટ્ર ચેક કરવા માગ્યું હતું.
ADVERTISEMENT
રાજકોટ/ 'પોલીસ હેડ ક્વાર્ટરથી છીએ', કહી આવરા તત્વોએ હોટલનું રજીસ્ટર ચેક કરવા માંગ્યું, કરી લાફાવાળી pic.twitter.com/z6FoeJ5X2X
— Dinesh Chaudhary (@DineshVTVNews) October 10, 2024
અસમાજિક તત્વોની ધમાલ
ADVERTISEMENT
રીસેપ્શનીસ્ટે રજિસ્ટર ન આપતા શખ્સો દાદાગીરી કરવા લાગ્યા હતા. અસમાજિક તત્વો ધમાલ કરતાનો વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજિસ્ટ્રની માંગ કરે છે. ત્યારે રીસેપ્શન કર્મચારી તે અંગે ના કહેતા તે લાફાવાળી શરૂ કરી દે છે.
આ પણ વાંચો: આજનું નોરતું બગડયું! 45 તાલુકાઓમાં વરસાદે ઠોક્યો તાલ, જુઓ ક્યાં કેટલો
સળગતા સવાલ
અસામાજિક તત્વોને કેમ નથી કાયદાનો ડર ?
અસામાજિક તત્વોને ક્યારે લાગશે લગામ ?
શું આવારા તત્વો સામે કડક કાયદાની છે જરૂર ?
લોકોમાંથી આવા તત્વોનો ખૌફ દૂર થશે ખરો ?
શું પોલીસે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની જરૂર નથી ?
ક્યારે મળશે સામાન્ય જનતાને શાંતિ ?
ક્યાં ટૂંકો પડે છે કાયદો ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.