બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની ઘટના ચેતવતી! તમારા ઘર કે ઓફિસમાં લાગ્યા છે CCTV, જાણો તે હેક થઈ શકે કે નહીં?

જાણી લો / રાજકોટની ઘટના ચેતવતી! તમારા ઘર કે ઓફિસમાં લાગ્યા છે CCTV, જાણો તે હેક થઈ શકે કે નહીં?

Last Updated: 05:34 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CP PLUSના 3200 કેમેરા સર્ચ એન્જિનમાં હજુ પણ હેક થઈ શકે છે તેમ સાયબર એક્સપર્ટે જણાવ્યું છે

રાજકોટમાં હોસ્પિટલના CCTV વાયરલ થવા મામલે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. CCTV હેક થઈ શકે છે કે કેમ તે અંગે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. CP PLUSના 3200 કેમેરા સર્ચ એન્જિનમાં હજુ પણ હેક થઈ શકે છે તેમ સાયબર એક્સપર્ટે જણાવ્યું હતું.

સાયબર એક્સપર્ટ CCTV હેક મુદ્દે શું કહ્યું ?

અમદાવાદના સાયબર એક્સપર્ટ સાથે VTV NEWSએ લાઈવ ડેમો કર્યો હતો. અત્રે જણાવીએ કે, જો તમારા ઘર કે ઓફિસમાં CCTV કેમેરા છે તો સાવધાન થઈ જજો કારણ કે, તે હેક થઈ શકે છે. દેશમાં હજુ પણ અનેક સર્ચ એન્જિન પર CCTVના લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળ્યા છે. વિશ્વમાં વેબકેમના 26.90 લાખ કેમેરા સર્ચ એન્જિનમાં લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળ્યા છે.

3200 કેમેરા સર્ચ એન્જિનથી હજુ પણ હેક થઈ શકે ?

સાયબર એક્સપર્ટના મત મુજબ CP PLUSના 3200 કેમેરા સર્ચ એન્જિનમાં હજુ પણ હેક થઈ શકે છે. CCTV લગાવ્યા બાદ IP એડ્રેસના પાસવર્ડ બદલાવા ખાસ જરીરૂ છે. ઈન્ટરનેટથી કનેક્ટ થયેલું કોઈ પણ ડિવાઈસ હેક થઈ શકે છે.

IPના આધારે CCTV હેક કર્યા

પાપ્ત વિગતો મુજબ રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી વાયરલ થયા હતા. તે સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.

આ પણ વાંચો: 9 મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યૂમાં 9.17 ટકાનો વધારો, GSTમાંથી થઈ અધધ આટલા કરોડની આવક

શું હતી સમગ્ર ઘટના ?

રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં 7 જેટલા વીડિયો યુટ્યૂબની (Youtube) એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિન્ક બની હતી. ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90 થી વધારે લોકો જોડાયેલા છે. જો કે, ગ્રૂપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો નથી. પરંતુ, યુટ્યૂબ ચેનલમાં પોસ્ટ વીડિયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દ.ભારતનાં પણ કેટલાક વીડિયો ટેલિગ્રામ ગ્રૂપમાં જોવા મળ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hospital CCTV Hack Cyber ​​expert Statement Rajkot hospital CCTV Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ