રાજકોટ: ઠેર-ઠેર આરોગ્ય વિભાગ ત્રાટક્યું,વેપારીઓમાં ફેલાયો ફફડાટ

By : kavan 02:31 PM, 12 October 2018 | Updated : 02:31 PM, 12 October 2018
રાજકોટ: તહેવારોની સીઝનમાં રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કાલાવાડ રોડ પર આવેલી વુડી ઝોન્સ પીઝાની દુકાનમાં ચેકિંગ કર્યુ છે. આ દરમિયાન આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે આરોગ્ય વિભાગે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. જેમાં રાજકોટની નામાંકિત 6 હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 758 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે 6 વેપારીને નોટિસ પણ ફટકારી છે. જેમાં લાપીનોઝ પિઝામાંથી 93 કિલો, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાં 138 કિલો, પ્લેટિનમ હોટલમાંથી 144 કિલો, પિઝા કેસલમાંથી 110 કિલો અને સ્મિત કીચનમાંથી 198 કિલો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી છે.

આપને જણાવી દઇએ કે, નવરાત્રીના તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક વેપારીઓ દ્વારા જનતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તેવો ખાદ્ય પદાર્થ વહેંચવામાં આવતો હોય છે જેને લઇને રાજકોટનું આરોગ્ય તંત્ર સતર્ક થતાં વિવિધ સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story