બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / વૃદ્ધો અને બાળકો રહે એલર્ટ! ઠંડી વધ ઘટ થતાં આરોગ્ય વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, સલાહ સોનરી
Last Updated: 05:00 PM, 2 December 2024
ડિસેમ્બરની શરૂઆત સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસો દરમિયાન બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવા તાકીદ કરાઇ છે. આ સાથે જ ગરમ કપડાં પહેરવા અને અખાદ્ય ખોરાકથી દૂર રહેવાની સલાહ અપાઇ છે. RMCના આરોગ્ય વિભાગે નવજાતથી લઇ એક વર્ષ સુધીના બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરાઇ છે. 1 વર્ષ સુધીના બાળકોનું શરીર આખું ઢંકાય તે રીતે ગરમ કપડાં પહેરાવવા લોકોને વાલીઓને સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
લોકોએ તાપણા કરી ઠંડી સામે હૂંફ મેળવી
રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.
ADVERTISEMENT
જાણો શીત લહેર એટલે શું છે?
કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર કહેવાય છે.
ઠંડીથી બચવા શું કરવું
ઠંડીથી બચવાના ઉપાય
સવારે અને સાંજે ગરમ કપડાં પહેરો
હૂંફાળું પાણી પીવો
ફ્રીઝરમાં રાખેલું પાણી કે અન્ય વસ્તુઓનું બિલકુલ સેવન ન કરો
બહારની ઠંડી વસ્તુ ખાવાનું ટાળો
ઠંડી ઓછી થાય ત્યારે જ સવારે ચાલવા જાઓ
સૂર્ય પ્રકાશ લેવો
શિયાળાની ઋતુમાં ખુદને બચાવવા નીચે મુજબના ઉપાય કરી શકો છો.
કપડાંનું લેયરિંગ કરો
શિયાળામાં ઠંડી હવાઓથી બચવા કપડાંનું લેયરિંગ કરવું જરૂરી હોય છે. એવું કરવાથી શરીરમાં ગરમી બરકરાર રહે છે. અને તમારું શરીર ગરમ રહે છે. માથા, હાથ અને ગરદનને ગરમ રાખવા ટોપીહાથના મોઝા, અને સ્કાર્ફ પહેરવું જરૂરી છે.
ખુદને ડ્રાય રાખો
ભીના કપડાંથી તમને વધુ ઠંડી લાગી શકે છે. તેથી સૂકા અને બહારથી વોટર પ્રૂફ હોય તેવા કપડાં પહેરો. અને તેવી એક્ટિવિટીથી બચો જેનાથી પરસેવો આવે. જો તમારા કપડાં કોઈ કારણોસર ભીના થાય તો તેને જલ્દી જ બદલી દો.
ઘરને ગરમ રાખો
તમારું ઘર સારી રીતે ઈન્શ્યુલેટેડ ડ્રાફ્ટ ફ્રી હોય તેનું ધ્યાન રાખો. ઘરના થર્મોસ્ટેટને આરામદાયક તાપમાનમાં રાખો. ઠંડીથી બચવા ઘરના બારી બારણાં અને પડદા પણ બંધ રાખો. દરવાજા અને બારીઓ પર ડ્રાફ્ટ સ્ટોપર્સનો ઉપયોગ કરો.
હાઈડ્રેટ રહો
શિયાળામાં પણ તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. કેમ કે, તમને આ ઋતુમાં તરસ ઓછી લાગે છે. પરંતુ દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી હોય છે. આ સિવાય ફળ, શાકભાજી અને સૂપ જેવા પદાર્થનું સેવન કરવું જોઈએ. ડિહાઈડ્રેશનના કારણે પણ તમને ઠંડી લાગી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ મહારાષ્ટ્રની મોટી જવાબદારી, સંભાળશે આ પદભાર
યોગ્ય ખાદ્ય પદાર્થ ખાઓ
બોડીને ગરમ અને એનર્જેટિક રાખવા ગરમ અને પોષ્ટીક આહાર લેવો જોઈએ. દારૂ અને કેફીનનું સેવન ટાળવું જોઇએ. કેમ કે તેનાથી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે અને તેનાથી ઠંડી લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.