બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / એક માં તેનો દીકરો શોધી રહી છે, બહેન તેની આશા, સ્વજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો

રાજકોટ અગ્નિકાંડ / એક માં તેનો દીકરો શોધી રહી છે, બહેન તેની આશા, સ્વજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો

Last Updated: 11:32 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Fire Tragedy: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક માતા પોતાના દીકરાને શોધી રહી છે. તે જણાવી રહી છે કે, મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો

રાજકોટની ઘટનાએ ફરી વાર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે, 26 લોકોના મૃત્યુએ લોકોને હચમચાવી નાંખ્યા છે. આજનો દિવસ ગુજરાત માટે કરૂણ સાબિત થયો છે.

ઢળતી સાંજનો સમય હતો અને અચાનક 5.30 વાગે કોઈ કારણોસર ગેમઝોનમાં આગ લાગી ગઈ અને આગએ જોત-જોતામાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, ભાગદોડ મચી ગઈ. દૂર-દૂર સુધી અગનજ્વાળાઓ જોઈ શકાતી હતી. 5 કિલોમીટર સુધી આગના ધૂમાડા જોઈ શકાતા હતા. જે સળગતા ગેમઝોનમાં અનેક જિંદગી જ્વાળામાં બદલાઈ ગઈ હતી. જ્યાં કેટલાક દર્શ્યો સામે આવ્યા છે. જે ગેમઝોનમાં માતા-પિતા બાળકને મનોરંજન માટે લઈ ગયા હતાં. પરંતુ કોને ખબર હતી કે, આ મનોરંજનના નામે મોતનો ખેલ ખેલાશે ? ખેલ ખેલમાં જિંદગીની રમત 26 લોકો હાર્યા છે.

ખેલ ખેલમાં જિંદગીની રમત હાર્યા

આ ગેમ ઝોનમાં કોઈએ તેનો ભાઈ ગુમાવ્યો છે, તો કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે. પરિવાર માટે આનાથી મોટી આફત કે, દુ:ખની ઘડી હોઈ જ શકે નહી તેવી ઘટના બની છે. જ્યાં કેટલા કરૂણ દર્શ્યો સામે આવ્યા છે. આગની જ્વાળા સામે ઉભા રહીને બૂમથી પોતાના સ્વજનોને પરિવારના સભ્યો પોકારી રહ્યાં છે. પરંતુ હવે પાછા કઈ રીતે એ આવી શકે કારણ કે, માસૂમોનું છેલ્લું મનોરંજન ! ખેલ ખેલવામાં જિંદગીની રમત હારી ગયા છે.

એક સ્વજન કરૂણ રૂદન સાથે જણાવી રહી છે કે, મારે તો મારી બહેન આશા જવતી જ જોઈએ છે

'મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો'

સિવિલ હોસ્પિટલમાં એક માતા પોતાના દીકરાને શોધી રહી છે. તે જણાવી રહી છે કે, મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો

'અમે 12 લોકોને બચાવ્યા'

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ધુમાડા ગોટા ડર લાગી જાય તેવા હતા, તે સમય અમે દોડી આવ્યા અને અંદાજે 12 જેટલા લોકોને અમે બચાવ્યા. બહુ મોટી આગની ઘટની બની ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gamezone Fire Rajkot Fire Tragedy Rajkot Gamezone Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ