બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ, પૂછપરછમાં રજૂ કરી ખોટી મિનિટ્સ નોટ
Last Updated: 09:12 AM, 9 June 2024
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દોષિતો સામે પગલા લેવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં અગ્નિકાંડ કેસમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચની પૂછરપછમાં મનસુખ સાગઠિયાનું પાપ પોકાર્યું હતું. જેમાં મનસુખ માંડવીયાએ પૂછપરછ દરમ્યાન પોતાનાં બચાવમાં સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો તેમજ કેસની પૂછપરછ સમયે સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી.
ADVERTISEMENT
ખોટી મિનિટ્સ પર સમગ્ર સ્ટાફ પાસે બળજબરી પૂર્વક સહી કરાવી
ADVERTISEMENT
તેમજ મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ પર સમગ્ર સ્ટાફ પાસે બળજબરી પૂર્વક સહી કરાવી હોવાનું પૂછપરછમાં બહાર આવવા પામ્યું હતું. તેમજ જવાબદાર અધિકારીઓ પાસે પણ સાગઠીયાએ સહી કરાવી હતી. તેમજ પોતાની પૂછપરછ થવાને લઈને વોટ્સએપ ગ્રૂપથી ATP રાજેશ મકવાણાને જાણ કરી હતી. તેમજ પૂછપરછને લઈ સાગઠિયાએ 27 મે નાં રોજ સાંજ 6.30 વાગ્યે મિટિગ પણ બોલાવી હોવાનું પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું.
સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરા વધુ પ્રમાણમાં હતા
SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, TRP ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરાનું બનાવવામાં આવેલું હતુ. જ્યારે તાપમાન નિયંત્રણ માટે પતરાની દીવાલ સાથે ફોમ સીટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. ગેમઝોનના બોલિંગ એરિયા અને ટ્રેમ્પોલિંગ પાર્કમાં કન્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનું પણ વધુ માત્રામાં ઉપયોગ થયેલો હતો.
વધુ વાંચોઃ કેવી રીતે ઘટના ઘટી? રાજકોટ અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ, હૈયું કંપાવતા ખુલાસા
તપાસમાં મોટો ખુલાસો
જે તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આમ પતરા, લાકડા અને પ્લાસ્ટિકની વધુ પ્રમાણમાં હોવાના કારણોસર ગેમ ઝોનમાં આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું. ગેમ ઝોનમાં લગાવવામાં આવેલી લાઈટો પણ આગ લાગતા સમયે ધડાકાભેર ફૂટી હતી. આપને જણાવી દઈએ કે, આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ 18 વર્ષથી નીચેના સગીર હોવાનું ખૂલ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.