બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot free WiFi scam allegation Congress
vtvAdmin
Last Updated: 09:17 PM, 28 July 2019
શુ મનપાના વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો છે ?
ADVERTISEMENT
રાજકોટ વોર્ડ 3ના કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણીએ મનપા દ્વારા જાહેર સ્થળોએ લગાવવામાં આવેલ વાઇફાઇમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો છે. દિલીપ આસવાણીએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે મનપા દ્વારા વાઇફાઇ નાખવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર લોકો ઈન્ટરનેટનો ફ્રીમાં ઉપયોગ કરી શકે તે માટે નાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દિલીપભાઈ દ્વારા મનપાએ નાખેલ વાઇફાઇ કઈ કંપનીના છે, કેટલી સ્પીડ આવે છે, એક વાઇફાઇ પાછળ કેટલો ખર્ચ થયો છે. વાઇફાઇમાં લાખો ખર્ચ્યા છે તો કેટલા લોકો લાભ લે છે તેની વિગતો અવારનવાર મંગાવવા છતાં તેમણે મનપા વિગતો આપવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણએ છે કે મનપાના પદાધિકારીઓના લાગતા વળગતાને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એક મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
વિપક્ષ ભ્રષ્ટાચાર સાબિત કરે નહીં તો રાજીનામુ આપેઃ શાસક
તો મનપાના કોર્ગ્રેસના કોર્પોરેટરે કરેલ વાઇફાઇ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે શાસક પક્ષ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરવામાં આવી હતી. તેમજ શાસક પક્ષના ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર કરેલ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમજ જો ભ્રષ્ટાચાર સાબિત કરી નહીં આપે તો કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામુ આપવું જોઈએ તેમ જણાવતા રાજકોટ મનપાનું રાજકારણ ગરમાયુ છે.
હાલ તો રાજકોટના જાહેર સ્થળોએ મનપા દ્વારા નાખવામાં આવલે વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે આગામી સમયમાં વાઇફાઇની છુપાવતી વિગતો મામલે વિપક્ષ દ્વારા મનપા કમિશ્નરને રજુઆત કરવામાં આવશે છતાં પણ વિગતો નહીં મળે તો મનપા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ભ્રષ્ટાચાર ખુલ્લો તેવી ચીમકી કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે શું ખરેખર મનપાના વાઇફાઇમાં હાઈફાઇ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.