બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં પાર્કિંગ બાબતે ઝપાઝપી, CCTVમાં કેદ થયા ગડદાપાટા, લુખ્ખાઓ બેફામ
Last Updated: 10:02 PM, 4 August 2024
રાજકોટમાંથી છાશવારે અમાસાજિક તત્વોનો ત્રાસ સામે આવે છે, ત્યારે આજે ફરી રાજકોટમાંથી અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલ પાસે પાર્કિંગ બાબતે અસામાજિક તત્વોએ મારામારી કરી છે.
ADVERTISEMENT
રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ, વાહન પાર્કિગ બાબતે પિતા-દીકરા સાથે બબાલ pic.twitter.com/rjgmY010H5
— Dinesh Chaudhary (@DineshVTVNews) August 4, 2024
અસામાજિક તત્વોનો ત્રાસ
ADVERTISEMENT
લુખ્ખા તત્વોએ પાર્કિંગ બાબતે ઓટો કન્સલ્ટન્ટના ધંધા સાથે સંકળાયેલ પિતા પુત્ર ઉપર હુમલો કર્યો છે. જેમાં શૈલેષગીરી નામનો વ્યક્તિ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો છે. મારામારીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસ વિભાગ આ લુખ્ખા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો: દર્શના જરદોશને ઓફિસનો અભરખો?, સાંસદ મુકેશ દલાલને ઓફિસ માટે વલખાં, ધીરજ ખૂટતા બોલ્યા
ઘટના CCTVમાં કેદ
જે CCTVમાં જોઈ શકાય છે કે, વાતચીત કરતા કેટલાક માણસો અચાનક એકબીજા પર મારામારી કરવા લાગે છે. આમ જોત જોતામાં આખે આખું ટોળું અંદરો અંદર એકબીજાને માર મારતા જોવા મળે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.