રાજકોટ-મોરબી હાઈવે પર અગનગોળો બની કાર,કોઇ જાનહાનિ નહીં

By : kavan 12:42 PM, 12 September 2018 | Updated : 12:43 PM, 12 September 2018
મોરબી: રાજકોટ-મોરબી હાઈવે પર ધ્રુવનગર પાસે ચાલુ કારમાં આગ લાગી છે. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. આગને પગલે કારના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો અને હાઈવે પર કારમાં આગ લાગતા વાહનોની લાઈન લાગી હતી.

આ બનાવ અંગે મળતી જાણકારી અનુસાર,આજ રોજ વહેલી સવારે હાઇવે પરથી પસાર થઇ રહેલી એક કાર અચાનક સળગી ઉઠતા કારમાં સવાર લોકો હતપ્રત થઇને તરત જ નીચે ઉતરી ગયા હતા. જોત જોતોમાં આ કારમાં આગ ફેલાઇ જતાં બોનેટનો ભાગ અગનગોળો બન્યો હતો.

હાઇવે પરથી પસાર થતી કારમાં અચાનક આગ લાગવાની ઘટનાને પગલે અન્ય વાહનો થંભી ગયા હતા જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.જોકે કારના ચાલકે સમય સુચકતા વાપરીને સમયસર ઉતરી જવામાં સફળતા મળી હતી અને જાનહાની અટકી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં તો કારનો આગળનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. 

આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરતા કાર CNG હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ કારમાં આગ લાગવાનું કળી શકાયું નથી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકોએ સ્વયંસેવક બનીને જામ થયેલા ટ્રાફિકને રાબેતા મુજબ કરવામાં પોલીસને મદદ કરી હતી.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story