બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Crime Branch controversy once again in which 7 people including a policeman have beaten up a 12-year-old child
ParthB
Last Updated: 01:48 PM, 27 June 2022
ADVERTISEMENT
રાજકોટ ક્રાઈમ બ્રાંચની ફરી સામે આવી દાદાગીરી
જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે શું કહેવું. પોલીસ દ્વારા નિયમોને તોડે અને કાયદાનુ ઉલ્લંઘન કરે તો તેમની સામે કોણ એક્શન લે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી એકવાર પોતાની મનમાનીથી વિવાદમાં આવી છે. રાજકોટમાં ઈંડાની લારી પર નાસ્તો કર્યા બાદ રૂપિયા ન આપવા બાબતે બબાલ થઈ હતી. ‘અમે પોલીસ છીએ કહી’ રૂપિયા ન આપીને 12 વર્ષના સગીરને માર માર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યરત ધમભા ઝાલા, ગજુભા પરમાર સહિતના પોલીસ કર્મીઓએ સગીરને માર માર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સગીર વયના પુત્રને માર મારતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીએ ઈંડાના લારીવાળાને માર્યો માર
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવાર રાત્રે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે હેમુ ગઢવી હોલ પાસે આવેલી ઇંડાંની લારીએ નોસ્તો કર્યો. નાસ્તા બાદ લારી-સંચાલકે પૈસા માગતાં મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસે મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના સગીર પુત્રને ધોકા વડે ફટકાર્યો હતો.મહત્વનું છે કે, આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક તેમની પાસેથી બિલના રૂપિયા મંગ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચના ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો. ‘અમે પોલીસ છીએ કહી’ તેમણે રૂપિયા આપવાની ના પાડી હતી.
12 વર્ષના તરૂણને પોલીસકર્મીએ માર મારતા પોલીસ પર ઉઠ્યા સવાલ
એટલુ જ નહિ, તમામ લોકોએ લારી સંચાલકના પુત્રને ધોકાથી માર માર્યો હતો.આમ, પોલીસની દાદાગીરીથી પિતાપુત્ર ઘવાયા હતા. આ જોઈ આસપાસનો માહોલ ગરમાયો હતો. તમામે મળીને લારી પર તોડફોડ કરી હતી, તમામ સામાન બહાર ફેંકી દીધો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા પુત્રની સારવાર અર્થે પિતા હોસ્પિટલમાં ખાતે દોડ્યા હતાં. આ મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતાં, છતાં આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે સવાલ એ છે કે, તમે પોલીસ છો તો શું, મફતમાં ખાવાનો પરવાનો કોણે આપ્યો? પોલીસ અધિકારાઓને ખાખીના રોફ બતાવવાનો પાવર કોણે આપ્યો? વર્દી પહેરીને પોલીસ અધિકારીઓ ગમે તેવી મનમાની કેવી રીતે કરી શકે? શું આવા પોલીસ અધિકારીઓ પર પગલા લેવાશે?
VTVના સળગતાં સવાલો
- શું હવે રાજકોટમાં પોતાના હકના પૈસા માગવા ગુનો છે?
- શું હવે રાજકોટમાં મહેનતુ લોકોને મહેનતાણાની જગ્યાએ માર મરશે?
- રાજકોટના આ બેફામ પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
- આ ધમભા ઝાલા અને ગજુભા પરમાર વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
- બેફામ ધમભા ઝાલા અને બેફામ ગજુભા પરમારને કોણ કાયદાનું ભાન કરાવશે?
- આ હરામનું ખાનાર પોલીસ કર્મીને કોણ શાનમાં લાવશે?
- આ ધમભા ઝાલા અને ગજુભા પરમાર વિરુદ્ધ ક્યારે ફરિયાદ દાખલ થશે?
- શું આ કેસમાં પણ ભીનું સંકેલવાનો તો પ્રયાસ નહીં થાય ને?
- શું રાજકોટમાં ગરીબોને ધંધો કરવા માટે બેફામ પોલીસ કર્મીઓનો ત્રાસ સહન કરવો પડશે?
- શું રાજકોટમાં ધંધો કરવા માટે આ ધમભા ઝાલા અને ગજુભા પરમારની મંજૂરી લેવી પડશે?
- શું રાજકોટમાં ધંધો કરવા માટે આ ધમભા ઝાલા અને ગજુભા પરમારની દાદાગીરી સહન કરવી પડશે?
- શા માટે વારંવાર રાજકોટ પોલીસની શાખ પર સવાલ ઉઠે છે?
- પોલીસની શાખ પર ધબ્બો લગાડનાર પોલીસ કર્મીઓને રાજકોટ પોલીસ કેમ સાંખી લે છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.