રાજકોટ / પ્રજાનાં પૈસે અખબારમાં સારું લખાવવા પત્રકારોને ચેક આપ્યા હોવાનો કલેકટર પર આરોપ

રાજકોટના કલેક્ટર રેમ્ય મોહનના પત્રકારોને આપવામાં આવેલા ચેકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અખબારમાં સારું લખાવવા માટે કલેક્ટરની સહીના ચેક અપાયા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક પત્રકારોને કલેક્ટરની સહી વાળા 50-50 હજારના ચેક આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. કલેક્ટર દ્વારા શહેરના નાગરિકાના રૂપિયાનો ખુલ્લેઆમ દુરુપ્રયોગ કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના એક ખાનગી અખબારના એક પત્રકારે ચેક ન સ્વીકારતા સમગ્ર મામલો સામે આવ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ