Team VTV11:17 AM, 07 Jan 20
| Updated: 11:21 AM, 07 Jan 20
રાજ્યમાં નવજાત શિશુઓના મોતના આંકડાઓ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીના 5 દિવસમાં જ 13 નવજાત શિશુઓના મોતના આંકડાઓને લઇને ખળભળાટ મચી ગયો હતો. જોકે આજે પણ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો યથાવત જોવા મળ્યો છે.
રાજકોટ સિવિલમાં નવજાત શિશુને મોતનો સિલસિલો યથાવત
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 4 બાળકોના મોત
સિવિલ હોસ્પિટલ તંત્ર બાળકોના મોત રોકવામાં નિષ્ફળ
રાજકોટ સિવિલમાં નવજાત શિશુને મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 4 બાળકોના મોત નિપજ્યા છે.
12 કલાકમાં વધુ 4 નવજાત શિશુનાં મોત થયા છે ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર બાળકોના મોત રોકવામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યું છે.
બાળકોના મોતનો રેસિયો વધતા પરિવારજનો ચિંતામાં આવી જતા સીવીલના બદલે લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. જેમાં રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં હતાં. રાજકોટમાં 2019માં 1235 બાળકોના મોત થયા છે.
જ્યારે રાજકોટની PDUમાં 2019માં 889 બાળકોનાના મોત થયા થયા છે. જ્યારે અમદાવાદમાં 3 મહિનામાં 253 બાળકોના મોત થયા છે. તો સુરતની સિવિલમાં 2019માં 661 અને વડોદરાની SSGમાં 877 બાળકોના મોત થયા છે.