ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે દર્દીઓની સારવારને લઇને વારંવાર સરકારી હોસ્પિટલો પર નિશાન તાકવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે ઘણી વખત સવાલો કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીના વતન રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીના સામ્રાજયની પોલ ખુલી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ ગંદકી વચ્ચે શું કોરોનાના દર્દીઓના સારવાર યોગ્ય થશે? આવા અસ્વચ્છ વોર્ડમાં દર્દીઓને કેમ રાખવામાં આવ્યાં ?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય
કોરોના સામેની લડાઇના દાવાઓની ખુલી પોલ
સિવિલના કોરોના વોર્ડમાં જોવા મળી ગંદકી
મુખ્યમંત્રીના વતન એવા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોરોના સામેની લડાઇના દાવાઓની પોલ ખુલી ગઇ છે.
સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ગંદકી જોવા મળી રહી છે. વોર્ડ-11માં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. અસ્વચ્છ વોર્ડ અને ગંદકી જોવા મળતાં દર્દીઓ ભારે રોષે ભરાયા છે.
રાજકોટ શહેરની સિવિલ હોસ્પટલમાં ગંદકીને લઇને તંત્ર સામે સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના વોર્ડમાં સ્વચ્છતાને લઇને દર્દીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારો પોતાનો લૂલો બચાવ કર્યો છે. વોર્ડમાં ઓછા ઇન્ફેકશનવાળા દર્દીઓને જ રિફર કર્યાનો તંત્રએ દાવો કર્યો છે.
સળગતો સવાલ
આવી રીતે આપીશું કોરોનાને મ્હાત?
કોરોના વોર્ડમાં કેમ નથી થતી સફાઇ?
આવી ગંદકીમાં દર્દીઓ કેવી રીતે રહી શકે?
રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં ક્યારે થશે સફાઇ?
અસ્વચ્છ વોર્ડમાં દર્દીઓને કેમ રાખવામાં આવ્યા?
ઓછા ઇન્ફેક્શન વાળા દર્દી હોય તો શું ગંદકીમાં રહેશે?