rajkot civil hospital congress leader amit chavda visit
બેદરકારી /
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી, અમિત ચાવડાએ સરકારને ગણાવી નિષ્ફળ
Team VTV10:49 AM, 06 Jan 20
| Updated: 11:53 AM, 06 Jan 20
રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. એક કાચની પેટીમા 2 બાળકોને રાખવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ની વધુ એક બેદરકારી
એક કાચની પેટીમા 2 બાળકોને રાખવામાં આવ્યા
કોંગ્રેસના નેતાઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
એકબાજુ રાજ્યમાં બાળકોના મોતના મામલા એકબાદ એક સામે આવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ હજુ પણ સિવિલ હોસ્પિટલમાં બેદરકારી યથાવત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે.
જેમાં એક કાચની પેટીમાં બે બાળકોને રાખવામાં આવ્યા છે. જ્યારે એક કાચની પેટીમાં એક જ બાળક રાખી શકાય. ત્યારે આ સ્થિતિને લઇ રાજકોટ સિવિલ પર સવાલો ઉઠી રહ્યાં છે.
અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કર્યાં પ્રહાર
રાજકોટની સિવિલ હોસ્પિટમાં બાળકોના મોતના મામલે કોંગ્રસેના નેતાઓ મેદાનમાં આવ્યાં છે. કોંગ્રેસના નેતાઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. બાળકોના મૃત્યુ દર મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને નિષ્ફળ ગણાવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ ચોકમાં ધરણાં ધરશે. ઉલ્લેખનીય છેકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 111 શિશુનાં મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં છે. રાજકોટમાં 2019માં 1235 બાળકોના મોત થયા છે. જ્યારે રાજકોટની PDUમાં 2019માં 889 બાળકોનાના મોત થયા થયા છે.
જ્યારે અમદાવાદમાં 3 મહિનામાં 253 બાળકોના મોત થયા છે. તો સુરતની સિવિલમાં 2019માં 661 અને વડોદરાની SSGમાં 877 બાળકોના મોત થયા છે.