બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાતા તંત્રમાં દોડધામ, શહેરનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
Last Updated: 11:38 AM, 8 September 2024
રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો. જેને પગલે જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. તેમજ આ વિસ્તારની તમામ ખાણી-પીણીની દુકાનો તેમજ બરફમાંથી બનતી ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય ચીજોનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કર્યો હતો.
ADVERTISEMENT
કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ રાજકોટનાં રામનગરમાં બાંધકામ સાઈટ પર કામ કરી રહેલ શ્રમિક યુવાનની તબીયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં શ્રમિક યુવકની ડોક્ટર તપાસ હાથ ધરતા યુવકને કોલેરા હોવાનું સામે આવ્યું હતું. રામનગર વિસ્તારમાં છઠ્ઠો કેસ નોંધાવા પામતા વહીવટી તંત્ર હરકતમાં આવી જવા પામ્યું હતું. અને તા. 7-9-2024 થી 2-11-2024 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
વધુ વાંચોઃ કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક
પીવાનું પાણી ક્લોરીનેશન બાદ પીવું
તેમજ કલેક્ટર દ્વારા તકેદારીનાં ભાગરૂપે પીવાનું પાણી દૂષિત થવાની શક્યતા હોવાનાં કારણે મકાનોની ઓવરહેડ ટાંકી તેમજ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવી, પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ પીવું તેમજ વેપારીઓએ ખાવાની ચીજ વસ્તુઓ ખુલ્લા ન રાખવા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા લોકોને અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.